Advertisement
Author: નોબત સમાચાર

લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયાની ફરિયાદ

રાજકોટના શખ્સ સામે ગુન્હોઃ

જામનગર તા. ૨૧: ઓખામંડળના એક ગામમાં રહેતા પરિવારની પોણા અઢાર વર્ષની પુત્રી બે દિવસ પહેલાં પોતાના ઘરેથી લાપત્તા બન્યા પછી તેણીનું રાજકોટના શખ્સે લગ્નની લાલચ આપી અપહરણ કરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખામંડળના એક ગામમાં વસવાટ કરતા પરિવારની સત્તર વર્ષ અને નવ મહિનાની ઉંમરવાળી પુત્રી ગયા મંગળવારે પોતાના ઘરેથી બપોરના સમયે ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. તે તરૂણીની હાથ ધરાયેલી શોધખોળ દરમિયાન પરિવારને જાણવા મળ્યું હતું કે, તેણીને રાજકોટનો પારસ વાઘેલા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને નસાડી ગયો છે. આ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાતા આઈપીસી ૩૬૩, ૩૬૬ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh