Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ-નગરજનો જોડાયા
જામનગર તા. ર૧: 'સ્વયં અને સમાજ માટે યોગ'ની થીમ પર જિલ્લામાં હજારો લોકોએ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ ક્રિકેટ બંગલામાં યોગાભ્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ર૦૧૪માં યુનાઈટેડ નેશન્સ દ્વારા ર૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને ર૦૧પ થી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. જે અંતર્ગત ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતાં અને યોગ પ્રાણાયામ કર્યા હતાં.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિને 'વસુધૈવ કુટુમ્બકમ' અને 'સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા' ની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે. યોગ એ ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ર૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ'ની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપ આજે જનભાગીદારી સાથે ૭ર,૦૦૦ થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, આઈટીઆઈ, ૫ોસ્ટ ઓફિસ, જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો. જામનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનમાં યોજાયો હતો. ૧૦ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન.ખેર, અગ્રણી રમેશભાઈ મુંગરા સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગાભ્યાસની શરૂઆત કરાવી હતી જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો.-ઓર્ડીનેટર પ્રીતિબેન શુકલ તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતાં.
આ ઉપરાંત જીપીએસ સ્કૂલ કાલાવડ, જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, વિઝન સ્કૂલ જામજોધપુર, સાંઈ વિદ્યાસંકુલ જોડિયા, વીર સાવરકર હાઈસ્કૂલ લાલપુર તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, નાઘેડીમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતાં.3
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial