Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સંસ્કૃત સંમેલન યોજાશે

સંસ્કૃત ભાષામાં ગરબા-ગીતો-નાટકો રજૂ થશેઃ

જામનગર તા. ૪ઃ સંસ્કૃત ભારતીની જામનગર શાખા દ્વારા વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારનું કાર્ય નગરમાં આરંભાયુ છે, જેના અનુસંધાને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સંસ્કૃત સંમેલન તા. ૬-૪ ને શનિવારે બપોરે ૩-૩૦ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન પ્રણામી હાઈસ્કૂલ, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યું છે. સંસ્કૃત ભારતી અને પ્રણામી હાઈસ્કૂલ-જામનગર દ્વારા આયોજીત આ સંમેલનમાં સંસ્કૃત ભાષામાં ગરબા-ગીતો, સંસ્કૃત નાટકો વિગેરે કૃતિઓ રજુ કરવામાં આવશે. આ સંમેલનમાં આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ આશીર્વચન પાઠવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રા. ડો. અનિલભાઈ દ્વિવેદી તથા સંસ્કૃતભારતી, સૌરાષ્ટ્ર પ્રાન્તના મંત્રી ડો. પંકજભાઈ ત્રિવેદી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જામનગરના સંસ્કૃત વિદ્વાનોના વકતવ્યોનો લાભ પણ મળશે. જામનગરની ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંસ્કૃતપ્રેમી લોકોને આ સંમેલનનો લાભ લેવા સંયોજક રાજેશ બારોટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. ૯૪ર૮ર ૧૬ર૬૮ નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh