Advertisement
Author: નોબત સમાચાર

રામેશ્વરનગરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કર્યાે આપઘાત

મૃતક યુવતીના પિતાએ નોંધાવી પોલીસમાં ફરિયાદઃ

જામનગર તા. ૪ઃ જામનગરના રામેશ્વરનગર પાછળ નંદન પાર્કમાં રહેતા એક પ્રજાપતિ પરિણીતાએ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં પંખામાં દુપટ્ટા વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. આ યુવતીના પિતાએ પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર બને તેવો ત્રાસ આપવા અંગે પાંચ સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર ૫ાસે આવેલા નંદન પાર્ક-રમાં રહેતા પરિતાબેન  મોહનભાઈ ભરડવા નામના ૨૬ વર્ષના પ્રજાપતિ પરિણીતાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવની જાણ થતાં સિટી-બી ડિવિઝનના પીએસઆઈ ડી.જી. રાજ તથા પોલીસ કાફલો દોડી આવ્યા હતા. તેઓએ પરિતાબેનને ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. તે દરમિયાન જામનગરના ઢીંચડા રોડ પર તિરૃપતિ પાર્ક-૨માં કનૈયા પાર્કની શેરી નં.રમાં રહેતા પરિતાબેનના પિતા દામજીભાઈ વજશીભાઈ મંંડોરા પણ આવી પહોંચ્યા હતા.

પોલીસે આ મહિલાના મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે. ત્યારે પિતા દામજીભાઈ મંડોરાએ પોતાની પુત્રીને છેલ્લા બે વર્ષથી સાસુ ગીતાબેન, સસરા કરશનભાઈ ભરડવા તેમજ મોહન કરશનભાઈ, ચેતન કરશનભાઈ, પાયલ ચેતનભાઈ ભરડવા ત્રાસ આપતા હોવાની અને તેના કારણે પરિતાએ છતમાં રહેલા પંખાના દુપટ્ટા વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય સાસરિયા સામે આઈપીસી ૪૯૮ (એ), ૩૦૬, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh