Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ગ્રાહક સામે વીજ કંપનીએ કર્યાે હતો દાવોઃ
જામનગર તા. ૪ઃ જામનગરના બે આસામી સામે વીજ કંપનીએ વીજચોરીનો આક્ષેપ મૂકી રૃા.૧,૧૦,૦૦૦ ની બીલની બાકી રકમ વસૂલવા દાવા કર્યા હતા. તે બંને દાવા અદાલતે રદ્દ કર્યા છે.
જામનગરના સોનલનગર વિસ્તારમાં વીજ ચેકીંગ ટૂકડી દ્વારા ખુમાનસંગ અભેરાજ જાડેજા તથા હાપા પાસે આવેલી લાલવાડીમાં રહેતા ભરતભાઈ પાંચાભાઈ સાકરીયાને ત્યાં વીજ ચેકીંગ હાથ ધરાયું હતું.
તે સ્થળે ગેરરીતિ જણાઈ આવતા ખુમાનસંગ જાડેજાને રૃા.૯૦,૨૫૮ તેમજ ભરતભાઈ સાકરીયાને રૃા.૧૯,૪૩૧નું બીલ ફટકારવામાં આવ્યું હતું. તે બીલની રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. તેથી કોર્ટમાં વીજ કંપની દ્વારા બંને ગ્રાહકો પાસેથી લેણી રકમ વસૂલવા દાવો કરવામાં આવ્યો હતો.
આ દાવામાં બંને આરો૫ીના વકીલ દ્વારા વીજ અધિકારીઓની ઉલટ તપાસ કરાતા બંને ગ્રાહકો દ્વારા વીજચોરી કરેલી હોય કે કોઈ રકમ બાકી રાખેલી હોય તેવું રેકર્ડ પર લાવી શક્યા ન હતા. જામનગરના એડી. સિવિલ જજ સુનિલ એમ. કામદારે વીજ કંપની દ્વારા બંને ગ્રાહકો પર કરાયેલો દાવો ખર્ચ સહિત રદ્દ કરવા હુકમ કર્યાે છે. બંને અરજદાર તરફથી વકીલ યજ્ઞેશ એમ. પંડયા, મોનલ કે. ચાવડા, તીર્થ વાય. પંડયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial