Advertisement
Author: નોબત સમાચાર

ક્રેડીટ કાર્ડનું એક્સેસ મેળવી આસામી સાથે કરાઈ અડધા લાખની છેતરપિંડી

અમદાવાદના વિદ્યાર્થીની સાયબર ક્રાઈમે કરી અટકઃ

જામનગર તા. ૪ઃ જામનગરના એક આસામીના ક્રેડીટ કાર્ડનું એક્સેસ મેળવી કોઈ શખ્સે રૃા.૫૦,૦૦૦ની ઓનલાઈન ખરીદી કરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસમાં અમદાવાદના એક શખ્સની સંડોવણી બહાર આવતા તેની અમદાવાદથી અટકાયત કરાઈ છે.

જામનગરના એક આસામી પાસે રહેલા ક્રેડીટ કાર્ડની વિગત કોઈ રીતે મેળવી લઈ અજાણ્યા વ્યક્તિએ તેના પરથી સીવીવી, પીન નંબર અને ઓટીપી લઈ એક્સેસ મેળવી લીધુ હતું અને તે પછી ક્રેડીટ કાર્ડ પરથી ઓનલાઈન ખરીદી કરી લીધી હતી. આ બાબતની જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ઉપરોક્ત ગુન્હાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી. રાઠોડના વડપણ હેઠળ પીએસઆઈ જે.એસ. ડેલા તથા સ્ટાફે શરૃ કરી હતી. જેમાં સ્ટાફના પ્રણવ વસરા, વીક્કી ઝાલાને કેટલીક વિગતો મળતા તેઓએ ઓનલાઈન ખરીદી અંગે એનાલિસીસ કર્યા પછી એક વ્યક્તિના મોબાઈલ નંબર મેળવ્યા હતા અને તેનું સર્વેલન્સ શરૃ કર્યું હતું.

સર્વેલન્સ દરમિયાન મોબાઈલ નંબરનું લોકેશન અમદાવાદના કિશનપુર પાસે રોહિદાસ સોસાયટીમાં મળી આવતા જામનગરથી દોડી ગયેલી સાયબર ક્રાઈમની ટૂકડીએ ત્યાંથી હર્ષવર્ધન અશોકભાઈ પરમાર નામના ત્રેવીસ વર્ષના વિદ્યાર્થીની અટક કરી હતી. જામનગર ખસેડી આ શખ્સની પૂછપરછ કરાતા તેણે નગરના એક આસામીના ક્રેડીટ કાર્ડ પરથી રૃા.૫૦,૦૦૦ની ઈલેકટ્રીક આઈટમની ખરીદી કરી હોવાની કબૂલાત કરી છે.

આ શખ્સની ધરપકડ કરાઈ છે. તેણે વર્ષ ૨૦૨૧માં અમદાવાદમાં આચરેલા એક ગુન્હા અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં તેના વિરૃદ્ધ ગુન્હો નોંધાયેલો હોવાનું પણ કબૂલ્યું છે. હર્ષવર્ધને કાર્ડીંગ ટેકનિકનો ઉપયોગ કરી વાઉચર મેળવી લીધા પછી તેના પરથી અડધા લાખની વસ્તુ ખરીદી હોવાનું ખૂલ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh