Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી પર અડગ
ગાંધીનગર તા. ૪ઃ ગાંધીનગરમાં રૃપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે જે યથાવત રહ્યો છે અને ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ અખંડ નવચંડી યજ્ઞની જાહેરાત કરી છે તે માટે કહ્યું કે, સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં, વિવાદીત નિવેદન સામે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અમારી માંગણી પણ અમે અડગ છીએ.
પરસોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં હવે ગાંધીનગરમાં ક્ષત્રાણીઓ અખંડ નવચંડી યજ્ઞ કરશે. તેમાં ક્ષત્રિય કરણીસેના મહિલા અધ્યક્ષ ગીતાબાએ જાહેરાત કરી છે અને કહ્યું છે કે સમાજ પર રોષ નહીં કે વ્યક્તિગત રોષ નહીં પણ વિવાદીત નિવેદન સામે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની માંગણી પર અમે અડગ છીએ.
અગાઉ ક્ષત્રિય સમાજની બેઠક અંગે ક્ષત્રિય કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમારે કહ્યું હતું કે,આ બેઠક માત્ર ભાજપના રાજકીય આગેવાનો વચ્ચે મળેલી હતી. અમે પહોંચ્યા તો અમને પોલીસે અટકાવી દીધા હતાં અને મહિલાઓને એન્ટ્રી નથી એવું કહી અંદર જવા દેવામાં આવ્યા ન હતાં. આ કોઈ સમાધાન નથી, જયરાજસિંહના નામની પાછળથી હું સિંહ હટાવું છું અને અન્ય ત્યાં ઉપસ્થિત ભાઈઓ કોઈ આવી ગેરસમજ ભરી વાતો કરશે તો તેમની પાછળથી પણ સિંહ અમે હટાવી દઈશું.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૃપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી તેમણે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગેવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
સંમેલન પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળીને આશીર્વાદ મેળવ્યા હતાં. જો કે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial