Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં વર્ગ વિગ્રહના એંધાણ...!
જામનગર તા. ૪ઃ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના નિર્ણય ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે કે રૃપાલા પ્રકરણમાં મોવડી મંડળ શું નિર્ણય જાહેર કરે છે?
ગુજરાતમાં ગઈકાલે થયેલા ઘટનાક્રમમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ અને લડત ચલાવતી ક્ષત્રિય સંકુલન સમિતિના આગેવાનો વચ્ચે મંત્રણા નિષ્ફળ ગઈ... તેનો અહેવાલ ભાજપના ક્ષત્રિય નેતાઓએ પક્ષના પ્રદેશ મહામંત્રીને સોંપી દીધો... હવે પ્રદેશ ભાજપ દિલ્હીમાં કેન્દ્રીય મોવડીમંડળને વિગતવાર રીપોર્ટ રજુ કર્યા પછી આખરી નિર્ણય આવે તેવી ધારણા સેવાઈ રહી છે.
લડત સમિતિના આગેવાનોએ જે રીતે મક્કમતાપૂર્વક રૃપાલાની ટિકિટ રદ કરવાની એક લીટીની માંગણી કર્યા પછી હવે કોઈ સમાધાન ફોર્મ્યુલા કે મિટિંગ નહીં થાય તેમ જણાવી દીધું છે. આથી હવે જે કાંઈ નિર્ણય લેવાનો છે તે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ લેવાનો છે...
તો બીજી તરફ રાજકોટમાંથી પાટીદાર સમાજમાં રૃપાલાના સમર્થનમાં રહી રહીને સળવળાટ શરૃ થયો છે. કોઈ કોઈ આગેવાન-યુવાનો દ્વારા રૃપાલાની ઉમેદવારી ચાલુ રાખવાની માંગણી સાથે સંપૂર્ણ સમર્થન હોવાના નિવેદનો ખાસ કરીને સોશ્યલ મીડિયા ઉપર વહેતા થયા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અંબરીશ ડેર આહિર સમાજના હોવા છતાં તેમણે રૃપાલાના સમર્થનમાં સમ્મેલન યોજવાની જાહેરાત કરી છે. આ પ્રકરણ જેટલું વિલંબમાં ખેંચાઈ રહ્યું છે તેમાં ક્ષત્રિયોની લડત સમિતિ આગામી શું રણનીતી સાથે રોષ વ્યકત કરશે તે બાબત મહત્ત્વની બની રહેશે. અને સાથે સાથે માત્ર રાજકોટ નહીં પણ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં જો પાટીદાર સમાજમાં રૃપાલાના સમર્થનમાં અવાજ ઉઠવા પામશે તો શંકરસિંહ બાપુએ જે રીતે ચિંતા વ્યકત કરી છે તે પ્રમાણે ગુજરાતમાં વર્ગ વિગ્રહ જેવી ગંભીર સ્થિતિ સર્જાય શકે છે.
જો કે આ તમામ બાબતો વચ્ચે ભાજપનું પ્રદેશ મોવડી મંડળ અને કેન્દ્રીય મોવડી મંડળ જરાપણ ઉતાવળ કરવાના મૂડમાં હોય તેમ જણાતું નથી. અને આ તો ભાજપ છે ભાઈ...! કેશુભાઈ પટેલ જેવા ગુજરાતના દિગ્ગજ પાટીદાર નેતાને પણ 'મારો વાંક શું, ગુન્હો શું ...? કહીને સત્તા છોડવી પડી, નિતિન પટેલ સાઈડ લાઈન થયા, વિજય રૃપાણીની આખે આખી સરકાર (મંત્રી મંડળ) ને ઘર ભેગી કરી દીધી, હાર્દિક પટેલ, આનંદીબેન પટેલ જેવા નેતાઓ પણ હાંસીયામાં ધકેલાઈ જતાં હોય ત્યારે ભાજપની નેતાગીરીનો જે કોઈ નિર્ણય આવશે તેમાં કોને સંતોષ થયો છે, કોણ નારાજ થયું છે તેની પરવાહ કરવામાં આવશે નહીં...! આમેય મોવડી મંડળ જે કોઈ નિર્ણય જાહેર કરશે તેમાં કોઈ એક પક્ષને જ સંતોષ મળશે તે નક્કી છે !
ભાજપનું કેન્દ્રીય મોવડી મંડળ લોકસભાની ચૂંટણીમાં જ્ઞાતિ-સમાજના ગણિતને ધ્યાને લઈને ભલે સમય લાગે, પણ નિરાંતે જ 'નિર્ણય' લેશે તેમ જણાય છે... પક્ષના ઉચ્ચ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ગળાડૂબ વ્યસ્ત છે અને તેઓ ગુજરાત માટે કયારે સમય ફાળવશે તેની કોઈ ગેરન્ટી નથી!ં
જોઈએ.. આગામી કલાકો-દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ભાજપના નિર્ણયની શું અસર થશે. વેઈટ એન્ડ વોચ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial