Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અવારનવાર બંધ થતા રસ્તા અને ડાયવર્ટ થતા ટ્રાફિકના કારણે અટવાતા લોકોઃ રોજના દૃશ્યો

વિકાસના કામો ભલે થાય, પરંતુ લોકોની પરેશાની તો ઘટાડો...

જામનગર તા. ૪ઃ જામનગરમાં ઓવરબ્રીજ, પાણીની પાઈપલાઈનો, માર્ગોનું આધુનિકરણ અથવા મરામત અને ભૂગર્ભ ગટર, વીજલાઈનના કામ વગેરે જુદા જુદા વિસ્તારોમાં ચાલી રહ્યા છે, અને તે માટે સ્વાભાવિક રીતે જ કેટલાક માર્ગો કામચલાઉ ધોરણે થોડા કલાકો કે દિવસો માટે બંધ કરવા પડે, કે પછી ટ્રાફિકને ડાઈવર્ટ કરવો પડે. વિકાસના કામો થતા હોય ત્યારે થોડી તકલીફ પડે તો તેને મેનેજ કરી લેવાની નાગરિકોની ફરજ પણ છે. આપણા ઘરમાં ઝાળા-કચરા કાઢતા હોઈએ કે કોઈ નાની-મોટી મરામત થતી હોય, ત્યારે થોડી-ઘણી વ્યવસ્થાઓ જેવી રીતે ફેરવવી પડે કે થોડી મુશ્કેલી ભોગવવી પડે, તેવી જ રીતે નગરમાં જાહેર હેતુઓ માટે થતા કામોના કારણે થોડી-ઘણી તકલીફ થતી હોય, તો તે ભોગવી લેવી જ પડે. આ પ્રકારની માનસિક્તા સામે નગરજનો પણ તંત્રોને સહયોગ આપતા હોય છે, પરંતુ જ્યારે નગરજનો કે જનસુવિધાઓની દરકાર કર્યા વગર આયોજન વિના જ આડેધડ જાહેર વ્યવસ્થાઓ અવરોધાય, અને કામો પૂરા થયા પછી પૂર્વવત સ્થિતિ કરવામાં વિલંબ કે ગલ્લા-તલ્લા થાય તો લોકોમાં તિવ્ર અસંતોષ અને નારાજગી ઊભી થતી હોય છે.

ટ્રાફિક ડાયવર્ટની જાહેરાત સતત જે-તે સ્થળે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી થવી જ જોઈએ, કારણ કે નગરમાં ચાલતા કેટલાક કામો માટે એકાદ વખત જનરલ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું હોય, અને તે પછી મનફાવે તેવી રીતે પરિવહનને ડાઈવર્ટ કરાતું હોય, કે માર્ગો એકમાર્ગીય કરી દેવાતા હોય, અથવા બંધ કરી દેવાતા હોય, તેવી ફરિયાદો ઊઠવા પામી છે, ત્યારે તંત્રો જનસુખાકારી તથા સુવિધાઓની કાળજી રાખે, તે જરૃરી હોવાનો જનમત પણ ઊભો થઈ રહ્યો છે.

ખાસ કરીને પીક-અપ અવર્સ તથા સતત વધુ ટ્રાફિક રહેતો હોય, તેવા વિસ્તારો અને સમયગાળો અલગ તારવીને તેના માટે પ્રેકટીકલ બને, અને શક્ય હોય તેટલું કામ આ પ્રકારના સતત ટ્રાફિક રહેતો હોય તેવા વિસ્તારોમાં રાત્રિના સમયે કરવામાં આવે તે પ્રકારના વ્યવહારૃ કદમ ઉઠાવવા જરૃરી છે, ખરૃ ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh