Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલ-ર૦ર૪
અમદાવાદ તા. ૪ઃ આજુ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થશે. જ્યા એક તરફ ગુજરાતે છેલ્લી મેચમાં સનરાઈઝમાં હૈદરાબાદને હરાવ્યું હતું, તો બીજી તરફ પંજાબ કિંગ્સે તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમો અત્યાર સુધીમાં ૩-૩ મેચ રમી ચૂકી છે. ગુજરાતે ત્રણમાંથી બે મેચ જીતી છે જ્યારે ૧ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબ ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. પંજાબ આજે જીતના પાટા પર પરત ફરવા માંગશે.
ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટરો માટે યોગ્ય માનવામાં આવે છે. આ સ્ટેડિયમની આઉટફિલ્ડ ખૂબ જ ઝડપી છે. આ મેદાન પર સ્પિન બોલરો મોંઘા સાબિત થાય છે જ્યારે ફાસ્ટ બોલરોને મદદ મળે છે. આ મેદાન પર મોટા સ્કોર જોવા મળ્યા છે. ગત્ સિઝનમાં પ્રથમ ઈનિંગનો સ્કોર અહીં પાંચ વખત ર૦૦ ને પાર કરી ગયો હતો. આ મેદાન પર અત્યાર સુધીમાં ર૮ આઈપીએલ મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટીંગ કરનારી ટીમ ૧૪ વખત જીતી છે, જ્યારે ૧૪ મેચમાં ચેઝ કરતી ટીમ જીતી શકી છે.
ગુજરાત ટાઈટન્સની ટીમ આ લીગમાં માત્ર બે સિઝન જુની છે. આ બન્ને ટીમો વચ્ચે બે સિઝનમાં ત્રણ મેચ રમાઈ છે. ગુજરાત ટાઈટન્સે ત્રણમાંથી બે વખત મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સે માત્ર એક જ વખત મેચ જીતી છે. આંકડાઓ પરથી લાગે છે કે ગુજરાતનું પલડું ભારે છે, પરંતુ પંજાબની ટીમને પણ ઓછી આંકી શકાય નહીં.
ગુજરાત ટાઈટન્સઃ (સંભવિત ટીમ) માં શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, દર્શન નલકાંડે તેમજ પંજાબ કિંગ્સઃ (સંભવિત ટીમ) માં શિખર ધવન (કેપ્ટન), જોની બેયરસ્ટો, જીતેશ શર્મા (વિકેટ કિપર), લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપસિંહ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial