Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેકનિકલ ક્ષતિનું કારણ જાહેર કરાયુઃ
જામનગર તા. ૪ઃ જામનગરની આરટીઓ કચેરી સમયાંતરે વિવાદમાં સપડાતી રહે છે. આજે કચેરીમાં કામકાજ બંધ છે. જો કે અધિકારી કહે છે કે તમામ કામગીરી રાબેતા મુજબ ચાલે છે.
એક તરફ ટેકનીકલ કારણોસર આજે કામગીરી બંધ હોવાના મેસેજ કરાયા છે તો એવું પણ જાણવા મળે છે કે ચેકિંગના કારણે આજે એજન્ટોને કચેરીથી દૂર રાખવા પ્રયાસ થયો છે.
જામનગરની આરટીઓ કચેરીમાં આજે કામગીરી બંધ હોવાની માહિતી મળતા તેના જુદા-જુદા કારણો પ્રકાશમાં આવ્યા હતાં.
આરટીઓ કચેરીમાંથી ગઈકાલે એજન્ટ મિત્રોને મેસેજ મળ્યા હતાં તે તારીખ ૪-૪-ર૪ ના લાયસન્સ કઢાવવા, ગાડી પાર્સીંગ કરાવવા, ફીટનેસ સર્ટી મેળવવાની કામગીરી માટે એજન્ટે એપોઈન્ટમેન્ટ લેવી નહીં. ટેકનિકલ ક્ષતિના કારણે કામગીરી બંધ રાખવામાં આવનાર છે.
જ્યારે આરટીઓ કચેરીના અધિકારીના જણાવ્યા મુજબ આજે કચેરીમાં કામગીરી રાબેતા મુજબ ચાલુ જ છે. બંધ જેવું કાઈ છે જ નહીં. તો અન્ય એક સુત્રના જણાવ્યા મુજબ આજે ચેકીંગ આવનાર હોવાથી ફકત એજન્ટોને કચેરીથી દૂર રાખવા માટેનો પ્રયાસ કરાયો છે. આમ આજે જામનગરની આરટીઓ કચેરીમાં કામગીરી ચાલુ છે પરંતુ ટેકનિકલનું કોઈ કારણ નથી પરંતુ ચેકિંગમાં ભાંડો ન ફુટે એ માટે એજન્ટોને કચેરીથી દૂર રાખવાનો પ્રયાસ થયો છે પરંતુ બહાનું ટેકનિકલ ક્ષતિનું દર્શાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial