Advertisement
Author: નોબત સમાચાર

લાખેણા ફ્લાય ઓવરબ્રીજ નીચે ઝુંપડપટ્ટીનું નિર્માણ અટકાવવું જરૃરી

જામનગરમાં ઈન્દિરા માર્ગે બનતા

જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે રેલવેની જગ્યામાં વારંવાર ઝુંપડપટ્ટી ખડકાઈ જાય છે. અનેક વખત રેલવેએ આ જગ્યા ખાલી પણ કરાવી હતી. હવે નવા બની રહેલા ઓવરબ્રીજ નીચે ઝુંપડપટ્ટી શરૃ કરી દેવામાં આવતા આ માર્ગની શકદ બદસૂરત જોવા મળી રહી છે. જામનગરમાં ઈન્દિરા માર્ગે આશરે રૃા. ર૦૦ કરોડ જેવા માતબર ખર્ચે લાંબો ફ્લાય ઓવરબ્રીજ નિર્માણ પામી રહ્યો છે. હજુ તો કામ ચાલુ છે ત્યાં જ પુલ નીચે ઝુંપડા ખડકાઈ ગયા છે. પરિણામે કરોડો રૃપિયાના ખર્ચે બની રહેલા ફ્લાય ઓવરબ્રીજના નજારાને ઝાંખપ લાગી છે. સત્વરે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આ ઝુંપડા ખસેડવા જોઈએ. નહીં તો એક વખત ઝુંપડપટ્ટી શરૃ થઈ તો પછી તેને દૂર ખસેડવી ખૂબ જ મુશ્કેલ બનશે. પેટ્રોલ પંપ સામે કોર્નર ઉપરની રેલવેની જગ્યામાં અડધો ડઝન વખત ઝુંપડપટ્ટી રેલવે દ્વારા દૂર કરાવાઈ છે, છતાં વારંવાર ત્યાં ફરીથી ઝુંપડા ખડકાઈ રહ્યા છે, ત્યારે હવે કડક કાર્યવાહી જરૃરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh