Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦ ના મોતઃ ૧૦૦૦ થી વધુ ઈજાગ્રસ્તઃ
નવી દિલ્હી તા. ૪ઃ તાઈવાનમાં ભયાનક ભૂકંપ પછી એક મહિલા સહિત બે ભારતીયો ગુમ થયા હોવાનું જાણવા મળે છે.
તાઈવાનમાં બુધવારે રપ વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ૧૦ લોકોના મોત થઈ ગયા છે અને ૧૦૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, તાઈવાનમાં આવેલા આ વિનાશક ભૂકંપ પછી એક મહિલા સહિત બે ભારતીયો ગુમ થઈ ગયા છે.
તાઈવાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા ૭.૭ હતી. આ ભૂકંપના કારણે ૭૦ લોકો વિવિધ સ્થળોએ ફસાઈ ગયા છે. તેનું કેન્દ્ર હુલિએનમાં જમીનથી ૩૦ કિ.મી. નીચે હતું. રાજધાની તાઈપેઈમાં કેટલીય બહુમાળી બિલ્ડીંગો ધ્વસ્ત થઈ ગઈ છે જેનો કોઈ હિસાબ નથી. આ પ્રકારની બિલ્ડીંગો ધ્વસ્ત થતી હોવાના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સમગ્ર્ર તાઈવાનમાં વીજસેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઈન્ટરનેટ આઉટેજ છે. એરપોર્ટ બંધ કરી દેવા પડ્યા છે. વીજ સેવા ખોરવાઈ જવાના લીધે શહેરોમાં દોડતી મેટ્રોની સાથે સમગ્ર તાઈવાનનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તાઈવાનનો આ ભૂકંપ છેલ્લા રપ વર્ષનો સૌથી ભીષણ ભૂકંપ હતો. આ પૂર્વે ૧૯૯૯ માં તાઈવાનની નોનત કાઉન્ટીમાં આવેલા ભૂકંપને લીધે ર,પ૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા હતાં અને એક લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાઈવાનમાં ભૂકંપના કારણે થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં તાઈવાનના લોકોની સાથે ઊભું છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, તાઈવાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુક્સાનથી હું ખૂબ જ દુઃખી છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial