Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં સરકારી પટ્ટાની જમીન પરથી નોન-વેજની ગેરકાયદે દુકાનો હટાવવા હિન્દુ સેનાની માંગણી

તંત્રને રજૂઆતો છતાં પગલાં નહીં લેવાતા આક્રોશઃ

જામનગર તા. ૪ઃ જામનગર નજીકના મોટી ખાવડીમાં નોનવેજના હાટડા સામે હીન્દુ સેનાની તંત્રો સમક્ષ રજૂઆત છતાં કોઈ પગલાં નહીં લેવાતા આક્રોશ જાગ્યો છે અને ઉચ્ચ કક્ષાએ વધુ રજૂઆતો કરાઈ છે.

જામનગર જિલ્લાની મોટી ખાવડીમાં ખુલ્લેઆમ નોનવેજના હાટડા ચાલતા હોવાથી આજુબાજુના વેપારીઓ તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. આ અંગે હિન્દુસેનાએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

મોટી ખાવડી ગામમાં રાજલક્ષ્મી કોમ્પ્લેક્સની સામે સરકારી પટ્ટા પરની જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવી છે, જ્યાં નોનવેજ તેમજ ખુલ્લામાં દુકાનમાં લટકાવતા માસ મટન જાહેરમાં તેમજ દુકાનોની અંદર કટીંગ કરી તેમનો બગાડ પણ જાહેરમાં ત્યાં જ ફેંકી તેમનું વેંચાણ કરે છે, જેને લઈ સામે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લક્સના દુકાનદારો અને આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને આ ગેરકાયદેસર ખુલ્લામાં વેંચાણથી અને તેના બગાડને ખુલ્લામાં ફેંકવાથી દુર્ગંધ તથા પશુઓ, ગૌવંશ પણ આરોગતા હોવાથી તે પણ બીમારીનો ભોગ બનવાની દહેશત છે. આથી સ્થાનિક રહેવાસીઓ તેમજ આસપાસના દુકાનદારોએ લગત વિભાગોમાં ઉપરોક્ત નોનવેજની દુકાનો બંધ કરાવવા તેમજ આરોગ્ય બચાવવા રજૂઆત કરી હતી.

આ સંદર્ભે હિન્દુ સેનાને પણ રજૂઆત કરતા હિન્દુ સેના દ્વારા જિલ્લા કલેક્ટર, એસ.પી.તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા અરજ કરેલ હતી. તેમ છતાં કોઈ રાજકીય દબાણ કે માથાભારે વગ ધરાવતા આવા લોકો સામે સરકારી ખાતું એક્શન લેવામાં પાંગળું સાબિત થયું હોય, ત્યારે ટૂંકાગાળામાં પ્રશ્નનો નિકાલ નહીં આવે તો હિન્દુ સેના જાતે ત્યાં પહોંચી ચકાસણી કરી યોગ્ય નિકાલ લાવવા પ્રયત્ન કરશે. જેમાં કાયદો અને પરિસ્થિતિ ન કથળે તેની જવાબદારી સરકારની રહેશે.

આ મુદ્દાની ગંભીરતા લઈ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામના રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ સામેના ભાગે આવેલ ગેરકાયદેસર દુકાનોમાં ચાલતા આવા નોનવેજ વેંચાણ તેમજ ખુલ્લામાં ફેંકાતા માસ મટનના કચરાને બંધ કરાવવા હિન્દુ સેના યુવા પાંચખા ઉપપ્રમુખ અને ખાવડી ગામના ઈન્ચાર્જ ધીરેન નંદા દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh