Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણીના વેરઝેરના કારણે હુમલો કરવાના ગુન્હામાં ત્રણ આરોપી ઝબ્બે

બે યુવાનને મરાયો હતો મરણતોલ મારઃ

જામનગર તા. ૪ઃ જામનગરના દરબારગઢ વિસ્તાર પાસે થોડા દિવસ પહેલાં બે યુવાન પર ચૂંટણીના વેરઝેરના કારણે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. તે ગુન્હામાં સંડોવાયેલા ત્રણ શખ્સને પોલીસે દબોચ્યા છે.

જામનગરના દરબારગઢ બહારના વિસ્તારમાં થોડા દિવસ પહેલાં બે યુવાન પર અગાઉની ચૂંટણીનો ખાર રાખી બે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ચૂંટણીનું ફોર્મ ભરવા મુદ્દે જે તે વખતે થયેલા ડખ્ખા પછી હુમલાનો બનાવ બન્યો હતો.

આ ગુન્હામાં પોલીસે આસિત મહંમદહુસેન ખીલજી, અસગરઅલી મહંમદહુસેન મકવાણા ઉર્ફે હસુ તથા લતિફ હાજી શેખ ઉર્ફે લતિફ ફકીર નામના ત્રણ શખ્સને પીએસઆઈ એમ.એન. રાઠોડે પકડી પાડી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh