Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુબઈમાં યોજાનારી કોન્ફરન્સ માટે તૈયાર કરાશેઃ
સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિની કોર કમિટીની મિટિંગ રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોષીની આગેવાનીમાં સર્કિટ હાઉસ-અમદાવાદમાં યોજવામાં આવી હતી. જેમાં ગુજરાતના તમામ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નેશનલ ટીમ દ્વારા જિલ્લા અને શહેરના પ્રમુખોને તાલુકા તથા વોર્ડની વધારાની જવાબદારી સોંપી ટીમના સંગઠનને મજબૂત કરવા માટે જરૃરી સૂચનાઓ આપી હતી. યુનાઈટેડ નેશન્સની આગામી કોન્ફરન્સ જે દુબઈમાં યોજાવાની છે તેમાં સમિતિના પદાધિકારીઓ ભાગ લે તેના માટે ટીમ તૈયાર કરવા સૂચન કરવામાં આવ્યું હતું. યુએનએચઆરસીના મહિલા અધ્યક્ષ એશાબેન શાહ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અને મહિલા આગેવાની માટેના જરૃરી સૂચનો કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્રગીત અને સ્વરૃચી ભોજન કરી મિટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમ જામનગર જિલ્લા પ્રમુખ પ્રદીપસિંહ વાળાએ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial