Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોગ્ગા-છગ્ગાવાળી આઈપીએલ
કોલકાતા તા. ૪ઃ આઈપીએલ ર૦ર૪ માં કોલકાતા અને દિલ્હી વચ્ચેના લીગ મેચમાં કોલકાતાએ આઈપીએલ ઈતિહાસમાં સેકન્ડ હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે ર૦ ઓવરમાં ૭ વિકેટે ર૭ર રનનો જુમલો ખડકી દીધો હતો. દિલ્હીની ટીમ ૧૬૬ રનમાં ઓલ હાઉટ થઈ ગઈ હતી.
આ અગાઉ સનરાઈઝર્સ હૈદ્રાબાદે ર૦ ઓવરમાં ત્રણ વિકેટે ર૭૭ રન કરી હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ નોંધાવ્યો છે તેની સામે મુંબઈએ ર૦ ઓવરમાં પાંચ વિકેટે ર૪૬ રન કર્યા હતાં.
આ વખતની આઈપીએના કોલકાતા-દિલ્હી વચ્ચેના મેચમાં કોલકાતાના ખેલાડીઓએ ૧૮ છગ્ગા અને રર ચોગ્ગા ફટકાર્યા હતાં. જ્યારે દિલ્હી તરફથી ખેલાડીઓએ ૧૧ છગ્ગા અને ૧ર ચોગ્ગા માર્યા હતાં.
હૈદ્રાબાદ-મુંબઈ વચ્ચેના મેચમાં હૈદ્રાબાદના ખેલાડીઓએ ૧૮ છગ્ગા, ૧૯ ચોગ્યા ફટકાર્યા હતાં. જ્યારે મુંબઈના ખેલાડીઓએ ર૦ છગ્ગા તથા ૧ર ચોગ્ગા માર્યા હતાં.
આમ આ વખતની આઈપીએલમાં સર્વોચ્ચ જુમલા નોંધાવનાર બે મેચોમાં કુલ ૬૭ છગ્ગા અને ૬પ ચોગ્ગા લાગ્યા હતાં.
આઈપીએલમાં હજી તો ઘણાં મેચો બાકી હોય ચોગ્ગા-છગ્ગાનો રેકોર્ડ નોંધાશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial