Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પહેલા તેમણે એક ચૂંટણી સભામાં શરણાર્થીઓને જાનવર કહ્યા હતાંઃ
વોશિંગ્ટન તા. ૪ઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ વર્તમાન રાષ્ટ્રપતિ પર લગાવેલા આરોપો અને શરણાર્થીઓને લઈને કરેલા નિવેદનોએ વૈશ્વિક ચર્ચા જગાવી છે.
ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ જો બાઈડેન પર સરહદે ખૂનામરકી કરવાની મંજુરી આપી હોવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પ મિશિગનમાં એક રેલીને સંબોધન કરતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર બોલી રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, બાઈડેન અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પર દેશમાં ખૂનામરકી કરવાની મંજુરી આપી રહ્યા છે. આ સરહદ પરથી આવતા ગેરકાયદે ઘૂસેલા લોકો અમેરિકામાં લૂટ, બળાત્કાર અને નરસંહાર કરે છે. જેનાથી આપણો દેશ ખતમ થઈ રહ્યો છે. આ અગાઉ ટ્રમ્પે ઓહાયો રાજ્યમાં એક ચૂંટણી સભામાં શરણાર્થીઓને જાનવર કહ્યા હતાં. ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે અમેરિકા અને મેક્સિકોની બોર્ડર પરથી અન્ય દેશોના ક્રિમિનલ્સ અમેરિકામાં ઘૂસી રહ્યા છે. આ લોકો જ અમેરિકામાં પણ ચોરી અને હત્યા જેવા ગુના કરે છે. બાઈડેન તેની મંજુરી આપી રહ્યા છે.
નોંધનીય છે કે, ટ્રમ્પ આ બોર્ડર બંધ કરવા માંગે છે. તેમનો આરોપ છે કે બાઈડેન આ ક્રિમિનલ્સને રોકવાનો કોઈ ઉપાય કરતા નથી. વાસ્તવમાં ર૦ર૪ માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી છે તથા રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમે વૈશ્વિક ચર્ચા પણ જગાવી છે.
થોડા દિવસ અગાઉ જ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જો તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાશે તો તેઓ એક દિવસ માટે અમેરિકાના સરમુખખ્યાર બનશે કે જેથી તેઓ મેક્સિકોની બોર્ડરને બંધ કરી શકે. ટ્રમ્પ અનેકવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા લોકો માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. ન્યૂ હેમ્પશાયરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા તેમણે ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા લોકોને ડિપોર્ટ કરી દેવાની વાત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial