Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં આચાર્યો તથા શિક્ષકો માટે તાલીમ

લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪

ખંભાળીયા તા. ૪ઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે અને મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અન્વયે (ટીઆઈપી) નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન ખંભાળીયામાં આચાર્યો અને શિક્ષકોની તાલીમ યોજાઈ હતી.

ઉપરાંત ઉપસ્થિત આચાર્યો, શિક્ષકો, અધિકારીઓ સહિતનાઓ સિગ્નેચર કેમ્પેન ભાગ લીધો હતો. તેમજ પોતાના કલસ્ટરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય  તે માટે સંકલ્પ લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh