Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માફિયા તત્ત્વો દ્વારા ખનિજ ચોરીની પણ રાવઃ
જામનગર તા. ૪ઃ જામનગર તાલુકાના ભલસાણ બેરાજા ગામની ગૌચરની જમીનમાં ગેરકાયદે પવનચક્કીના થાંભલા નાખવામાં આવ્યા છે, અને ખનિજ કાઢવામાં આવે છે. આ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે માંગણી કરવામાં આવી છે.
ભલસાણ બેરાજા ગામના હમીર દેવરાજભાઈ સોલંકીએ જિલ્લા કલક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, સુજલોન અને ઓપેરા કંપની દ્વારા ગૌચરની જમીનમાં ગેરકાયદે પવનચક્કી નાખવામાં આવી રહી છે. તેમજ અન્ય માફિયા તત્ત્વો દ્વારા સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનિજ ચોરી કરવામાં આવી રહી છે અને રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે.
આમ ગૌચરની જમીનમાં કબજો થતા માલધારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આથી તંત્રએ તપાસ કરી યોગ્યા પગલાં લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial