Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમઃ
જામનગર તા. ૪ઃ જામનગરના એક આસામીને રૃા.૯૦,૦૦૦ના ચેક પરતના કેસમાં અદાલતે નવ મહિનાની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. આ આરોપી મુદ્દતે હાજર થતાં ન હતા તેથી પોલીસે વોરંટથી તેની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
જામનગરના પ્રકાશભાઈ જગજીવન ફલીયાએ રૃા.૯૦,૦૦૦ પોતાના મિત્ર જયેશ પ્રવીણભાઈ તન્નાને હાથ ઉછીના આપી ચેક મેળવ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા પ્રકાશભાઈએ નોટીસ પાઠવ્યા પછી કેસ કર્યાે હતો.
તે કેસની મુદ્દતે અદાલતમાં આરોપી જયેશ પ્રવીણભાઈ તન્ના હાજર થતાં ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું હતું. તે વોરંટ રદ્દ કરવાની અરજી આરોપીના વકીલે કરી હતી. તે અરજી પણ રદ્દ થઈ હતી. ત્યારપછી પકડાઈ ગયેલા આરોપીને જેલ હવાલે કરાયો હતો. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયેશ તન્નાને તક્સીરવાન ઠરાવી નવ મહિનાની કેદની સજા અને રૃા.૯૦,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા અને દંડ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ એક મહિનાની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ નયન કનખરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial