Advertisement
Author: નોબત સમાચાર

સુદર્શન બ્રિજ પર સ્ટંટ કરતા પાંચ બાઈકચાલક સામે કાર્યવાહી

બે બાઈકચાલક પાસેથી વસૂલાયો દંડઃ

જામનગર તા. ૪ઃ દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પર સ્ટંટ કરતા પાંચ બાઈકચાલક સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરી છે. બે બાઈકચાલક પાસેથી હાજર દંડ વસૂલાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાની જમીન માર્ગે જોડતા સુદર્શન બ્રિજને શરૃ કરવામાં આવ્યા પછી તે બ્રિજ પર કેટલાક બાઈકચાલકો સ્ટંટ કરતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ડીવાયએસપી સાગર રાઠોડે આવા શખ્સોને ઝબ્બે કરવા ઓખા તથા બેટ દ્વારકા પોલીસને સૂચના આપી હતી.

સૂચનાના પગલે બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. શુકલ તથા સ્ટાફે વોચ ગોઠવી જીજે-૩૭-કે ૩૪૨ તથા જીજે-૩૭-કે ૨૩૩૫, જીજે-૩૭-એન ૨૬૭૧, જીજે-૩૭-એલ ૭૧૬૯, જીજે-૩૭-કે ૫૯૮૭ નંબરના પાંચ બાઈકચાલકને સ્ટંટ કરતા પકડી પાડ્યા છે.

બેટ દ્વારકામાં રહેતા હાફીઝ હમીદ પાંજરી, અરકાન હાજી મુસા, નિજામુદ્દીન અલાના પાંજરી, દીદારઅલીશા ફકીરમામદ ખલીફા, શકીલ જાફર માલુ નામના આ શખ્સો સામે એમવી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે. તે ઉપરાંત જીજે-૩૭-એન ૬૯૨૪ના ચાલક અવેશ નારીયા તથા જીજે-૩૭-એલ ૩૩૬૫ નંબરના બાઈકના ચાલક સમીર ઝીકર પાસેથી રૃા.૪ હજાર દંડપેટે વસૂલાયા છે અને જીજે-૩૭-ઈ ૩૬૭૪ના ચાલક અજમલ મુસ્તાક ફકીર સામે ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh