Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપાલા વિવાદને કારણે રાજકોટ પછી જૂનાગઢ ઉપરાંત હવે
વલસાડ તા. ૪ઃ રાજકોટ અને જૂનાગઢ પછી હવે વલસાડમાં પણ ઉમેદવાર ધવલ પટેલ વિરોધી બેનર્સ લાગતા કાર્યકરો સહિત જનતામાં નારાજગી છે અને ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે.
લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ભાજપમાં છેલ્લા ઘણાં દિવસોથી પક્ષમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ છે તો બીજી તરફ જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સામે પણ વિરોધ વંટોળ શરૃ થયો છે. ત્યારે હવે વલસાડ બેઠક પરના ભાજપના ઉમેદવારના વિરોધમાં બેનરો લાગ્યા છે.
ગુજરાતની વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા પછીથી જ વિરોધ શરૃ થયો છે. અગાઉ આયાતી ઉમેદવારને લઈને પત્ર વાયરલ થયો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જે કંઈ ભૂલ થઈ હોય એને સ્વીકાર કરી સારા ઉમેદવારને ટિકિટ આપો. હજુ ઘણો સમય છે. હજુય મોડું થયું નથી. ઉમેદવારને બદલ્યા સિવાય છૂટકો નથી. મંે આવું નહીં થાય તો ભાજપ પક્ષને ઘણું નુક્સાન થવાનું છે. જો તમારે સત્ય જ જાણવું હોય તો આઈબી પાસેથી રિપોર્ટ મંગાવો.
નોંધનીય છે કે ધવલ પટેલના વિરોધમાં એક પછી એક સોશિયલ મીડિયામાં લેટર બોમ્બની જેમ વાયરલ થઈ ગયા પછી હવે ધરમપુર વિધાનસભાના ગામોમાં તેમની વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરોમાં લખવામાં આવ્યું છે કે, વલસાડ-ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો ભાજપના કાર્યકર્તા તથા ગામ તરફથી ખૂબ જ વિરોધ છે જેનો જવાબ ઈવીએમમાં આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૃપાલાના વિરોધમાં પણ બેનરો લગાડવામાં આવ્યા છે અને તેમની ટિકિટ રદ્ કરવાની ક્ષત્રિયોએ માગ કરી છે. તે પછી જૂનાગઢના ઉમેદવાર સામે વિરોધ થયો, અને હવે વલસાડમાં આવું જ થઈ રહ્યું હોવાથી ભાજપ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial