Advertisement
Author: નોબત સમાચાર

મૈત્રીકરાર કર્યા પછી સંતાન સાથે તરછોડી દેવાતા યુવતીએ નોંધાવી રાવ

રાજકોટના શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૪ઃ કાલાવડની એક યુવતીના નવ વર્ષ પહેલાં રાજકોટ લગ્ન થયા પછી છૂટાછેડા થયા હતા. તે યુવતીને પુત્ર સાથે અપનાવી એક શખ્સે મૈત્રીકરાર કર્યા હતા અને તે સંબંધથી યુવતીએ સંતાનને જન્મ પણ આપ્યો હતો. ત્યારપછી મૈત્રીકરાર કરનાર શખ્સે તેણીને છોડી અન્ય યુવતી સાથે બીજે રહેવા ચાલ્યો જતાં આ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે.

કાલાવડના મોટા વડાળા ગામની એક યુવતીના લગ્ન રાજકોટના યુવક સાથે નવેક વર્ષ પહેલાં થયા પછી તે દંપતીને સંતાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યારપછી બંને વચ્ચે મનમેળ ન રહેતા તેઓએ છૂટાછેડા મેળવ્યા હતા ત્યારથી આ યુવતી રાજકોટમાં એક આવાસમાં રહેતી હતી.

તે દરમિયાન પાંચેક વર્ષ પહેલાં તે યુવતીની બહેનપણી પોતાના બાળકો સાથે તેની સાથે રહેવા આવી હતી જ્યાંથી બહેનપણીના ઘેર ગયેલા આ યુવતીને બહેનપણીના ભાઈ સાથે સંપર્ક થયો હતો અને પ્રેમસંબંધ બંધાયો હતો. તે પછી ભરત મુળજીભાઈ ચંદ્રપાલ નામના આ શખ્સે તે યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા અને યુવતી, તેનો સંતાન તથા ભરત એમ ત્રણેય અન્ય મકાનમાં ભાડે રહેવા ચાલ્યા ગયા હતા.

ત્યારપછી આ યુવતી ફરીથી ગર્ભવતી બની હતી અને તેણીને વધુ એક સંતાન અવતર્યું હતું. તે પછી ભરત તેણીને મૂકીને અન્ય યુવતી સાથે બીજે રહેવા ચાલ્યો જતાં તે યુવતીએ ભરત ચંદ્રપાલ સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh