Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ખાસ ઓપીડીનું આયોજન
જામનગર તા. ૪ઃ મર્મ ચિકિત્સા એ ભારત વર્ષની પ્રાચીનતમ ચિકિત્સા માહેની એક છે અને તેને આયુર્વેદમાં પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જેના વડે પર્યાપ્ત માત્રામાં આંગળીઓ-હથેળી દ્વારા દબાણ આપી ઉપચાર કરવામાં આવે છે અને તે કારગર સાબિત થાય છે.
વર્તમાન સમયમાં લોકોમાં ફ્રોઝન (ખભાનો દુઃખાવો તથા જકળાહટી), ગરદનનો દુઃખાવો તેમજ જકળાહટ, કમરનો દુઃખાવો વગેરે સાંધાના દુઃખાવામાં મર્મ પદ્ધતિથી સારવાર માટે ખાસ ઓપીડીનું આયોજન આવતીકાલ તા. પ-૪-ર૪ (શુક્રવાર)ના સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન શલ્યતંત્ર અસ્થિસંધાન ઓપીડી રૃમ નં.૧૦૪, ડી-બ્લોક, પંચકર્મ ભવન, ધન્વન્તરિ મંદિર પરિસર, યુ.જી. કેમ્પસ, જામનગરમાં કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓમાં આ પ્રકારની તકલીફો પુરૃષોની સરખામણીએ વધુ જોવા મળે છે. વિનામૂલ્યે અપાતી આ સારવારનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. વૈદ્ય અનુપ ઠાકરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial