Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની સોની બજારમાં વેપારી પર ત્રણ શખ્સે ધોકા-પાઈપથી કર્યાે હલ્લો

દુકાન વધાવતી વખતે કરાયો હુમલોઃ

ખંભાળિયા તા. ૪ઃ ખંભાળિયાની સોની બજારમાં ગઈરાત્રે દુકાન વધાવવાની તૈયારી કરતા એક વેપારી પર કોઈ બાબતથી ઉશ્કેરાયેલા ત્રણ શખ્સે ધોકા-પાઈપથી હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. વેપારી અગ્રણીઓ હુમલાની જાણ થતાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં લુહારશાળ નજીકની સોની બજારમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે હિતેશભાઈ મકવાણા નામના વેપારી દુકાન બંધ કરવાની તૈયારી કરતા હતા ત્યારે ત્યાં આવેલા ત્રણ શખ્સે પાઈપ અને ધોકાથી હુમલો કરી તેઓને માર્યાે હતો. પગમાં ફ્રેક્ચર તેમજ આંખ પાસે તથા શરીરના અન્ય ભાગે ઈજા થતાં આ વેપારીને દવાખાને ખસેડવામાં આવ્યા છે.

સોની બજારમાં ચાંદીને લગતું કામ કરતા વેપારી પર હુમલો થયાની જાણ થતાં વેપારી અગ્રણી દિલીપભાઈ ઘઘડા, રાણાભાઈ ગઢવી સહિતના વેપારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસે વેપારીની ફરિયાદ પરથી ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા છે. હુમલામાં હિતેશભાઈને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh