Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વખતે ઉમેદવારોની સામે વિરોધના કારણે કપરા ચઢાણ
અમદાવાદ તા. ૪ઃ લોકસભાની ગત્ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ ૪,પ૧,પર,૩૭૩ મતદારો પૈકી ૬૪.પ૧ ટકા અર્થાત્ ર,૯૧,ર૮,૩૬ર મતદારોએ વોટીંગ કર્યું હતું. ર૦૧૯ ની રાજ્યની કુલ ર૬ બેઠકો માટે ૩૭૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં જેમાંથી ૩૧૯ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. ર૦૧૯ ની ચૂંટણીમાં ભાજપને ૬ર.૬૩ ટકા એટલે કે ઈવીએમમાં ૧,૮૦,૦ર,રપ૪ અને પોસ્ટલ વોટ ૮૯,૦ર૧ મળીને કુલ ૧,૮૦,૯૧,ર૭પ વોટ મળ્યા હતાં.
રાજ્યની કુલ ર૬ બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ ૭૪.૪૭ ટકા વોટ, સુરત અને નવસારી બેઠક પર ૭૪.૩૭ ટકા વોટ મળ્યા હતાં. વડોદરાની બેઠક પર ૭ર.૩૦ ટકા વોટ મળ્યા હતાં. આમ છતાં પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, આણંદ દાહોદ, ભરૃચ અને બારડોલી જેવી બેઠકો પર ૬૦ ટકાથી ઓછા વોટ મળ્યા હતાં. રાજ્યની અન્ય બેઠકોની સરખામણીમાં આ ૧૧ બેઠકો પર ભાજપને પ૦ ટકાથી પ૯ ટકા જેટલા વોટ મળ્યા હતાં. બાકીની ૧૪ બેઠકો પર ભાજપને ૬૦ થી ૬૯ ટકા જેટલા વોટ પ્રાપ્ત થયા હતાં. ર૦૧૯ ની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ ૯૩,૩૭,૦૮૪ વોટ અર્થાત્ કુલ મતદાનના ૩ર.રર ટકા વોટ મળ્યા હતાં. જેમાંથી કોંગ્રેસને સૌથી વધુ ૪૦.૮૪ ટકા વોટ દાહોદ બેઠકથી અને સૌથી ઓછા ર૧.૬૪ ટકા વોટ નવસારી બેઠક પર મળ્યા હતાં.
ર૦૧૯ ની ચૂંટણીમાં કોંગ્રેસને બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, પંચમહાલ, વડોદરા, ભરૃચ, સુરત અને નવસારી બેઠક પરથી ર૦ થી ર૯ ટકા વોટ મળ્યા હતાં. બાકીની ૧૭ બેઠકો પર કોંગ્રેસને ૩૦ થી ૩૯ ટકા વોટ પ્રાપ્ત થયા હતાં.
ગત્ ચૂંટણીમાં ૧૯૭ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં, જેમને કુલ ૬,ર૬,૬ર૯ એટલે કે કુલ મતદાનમાંથી ર.૧પ ટકા વોટ મળ્યા હતાં, પરંતુ તેમાંથી અપક્ષોને બનાસકાંઠાની બેઠક પરથી ૭.૪૦ ટકા વોટ, સાબરકાંઠામાંથી ૪.૬૦ ટકા, સુરેન્દ્રનગરથી પ.૪૪ ટકા, જામનગરમાં ૪.૭પ ટકા, પોરબંદરમાં ૩.૩પ ટકા, ભરૃચમાં ૪.૦૬ ટકા, અમરેલીમાં ર.ર૬ ટકા વોટ મળ્યા હતાં. ગત્ ચૂંટણીમાં નોટાને પણ ૪,૦૦,૯૩૩ વોટ અર્થાત્ ૧.૩૮ ટકા વોટ પ્રાપ્ત થયા હતાં.
હાલની સ્થિતિએ તો ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી, નામોની જાહેરાત અને તેની સામે પણ વિરોધ-વંટોળ ચાલી રહ્યો છે. ગત્ ર૦૧૪ અને ર૦૧૯ ની ચૂંટણીમાં ભાજપને રાજ્યની તમામ ર૬ બેઠકો પર જીત મળી હતી. જેનું કારણ રાજ્યના મતદારોનો સ્પષ્ટ મત હતો. ર૦૧૪ માં મોદી પ્રથમવાર વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા હતાં અને ર૦૧૯ માં પુલવામા જેવી ઘટનાને લીધે લોકોમાં ઉગ્ર રોષ અને દેશદાઝની ભાવના પ્રબળ હતી. પરિણામે મોટા રાજકીય પક્ષો તો ઠીક પરંતુ અન્ય પક્ષોના ધૂરંધર ઉમેદવારો પણ મતદારોની એક-મતની આંધીમાં ઊડી ગયા હતાં. આ વખતે સ્થિતિ જરૃર બદલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial