Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪ઃ જામનગરના એક વેપારીએ ઈલેકટ્રીકનું કામ કરતા પોતાના મિત્રને રૃા.ર,૯૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા પછી ચેક મેળવ્યો હતો. તે પરત ફર્યાની ફરિયાદમાં સમાધાન થતાં બીજો ચેક અપાયો હતો. તે ચેક પણ પરત ફરતા કોર્ટમાં કેસ કરાયો હતો. અદાલતે ઈલેકટ્રીક કોન્ટ્રાક્ટરને એક વર્ષની કેદની સજા અને રૃા.૭૫, ૦૦૦નો દંડ ફટકાર્યાે છે.
જામનગરના ત્રિશલ પરેશભાઈ સોનગરાએ પોતાના ઘરનું ઈલેકટ્રીક કામ કરવા માટે ઈશ્વરલાલ ગોકલદાસ પુરોહિતને કામ આપ્યા પછી બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. તે દરમિયાન ઈશ્વરલાલને પૈસાની જરૃર પડતા તેેણે ત્રિશલ સોનગરા પાસેથી રૃા.ર,૯૦, ૦૦૦ હાથઉછીના લીધા હતા.
તે રકમની ચૂકવણી માટે ઈશ્વરલાલે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો. તે પછી સમાધાનની ભૂમિકા ઉભી થતાં ઈશ્વરલાલે ફરીથી રૃા.૭૫,૦૦૦નો ચેક આપ્યો હતો. તે ચેક પણ પરત ફરતા ત્રિશલ સોનગરાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ઈશ્વરલાલ ગોકલદાસ પુરોહિતને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૭૫,૦૦૦નો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી અપાશે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની સજાનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ મનિષ ટી. મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial