Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનામાં આગ ઝરતી તેજીઃ ચાંદીમાં ચળકાટ
મુંબઈ તા. ૪ઃ શેરબજાર આજે નવા રેકોર્ડ સાથે ખુલી હાઈ સપાટીને સ્પર્શી ગયું હતું અને નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. તે પછી ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવની સ્થિતિ રહી હતી.
નવા નાણાકીય વર્ષના ચોથા જ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. માત્ર ૧૦ દિવસમાં સેન્સેક્સ-નિફ્ટીએ ત્રીજી વખત ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા છે. આજે બીએસઈ સેન્સેક્સ ૭૪,૪૧૩.૮ર પર જ્યારે એનએસઈનો નિફ્ટી રર,પ૯ર.૧૦ પર ખુલ્યા હતાં.
એક તરફ સોનામાં આગઝરતી તેજી જોવા મળી છે તો બીજી તરફ ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. આજે બજાર નવા રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું છે. સેન્સેક્સ-નિફ્ટીએ નવી ઐતિહાસિક ટોચને સ્પર્શી છે. બેંક નિફ્ટી ૪૮,૦૦૦ ના સ્તરને સ્પર્શી ગયો છે અને મિડકેપ ઈન્ડેક્સ પ્રથમ વખત પ૦ હજારની સપાટીને પાર કરી ગયો છે. બેંક નિફ્ટીની સાથે મેટલ શેરોમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે બીએસઈ સેન્સેક્સ પ૩૭ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકાના રેકોર્ડ હાઈ પર ૭૪,૪૧૩.૮ર પર ખુલ્યો છે. આ ઉપરાંત એનએસઈનો નિફ્ટી ૧પ૭.૪પ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકાના વધારા સાથે રર,પ૯ર.૧૦ પર ખુલ્યો છે. બન્ને આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યા હતાં.
આજે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીએસઈ પર માર્કેટનું માર્કેટ કેપ રૃપિયા ૩૯૯.૯૯ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને તે રૃપિયા ૪૦૦ લાખ કરોડના એમકેપની ખૂબ નજીક છે. શેરબજાર માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે અને ભારતીય શેરબજાર મોટી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઉલ્લેખનિય છે કે સેન્સક્સના ૩૦ માંથી ર૮ શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં અને માત્ર ર શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ નિફ્ટીના પ૦ શેરોમાંથી ૪પ શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં, જ્યારે માત્ર પ શેર જ ઘટાડા સાથે જોવા મળ્યા હતાં. ઈન્ટ્રા-ડે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.
સોનાના ભાવમાં ઐતિહાસિક તેજીનો દોર યથાવત્ છે. આજે ફરી એકવાર સોના અને ચાંદીની ચળકાટ વધી હતી. સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૭ર,૦૦૦ ની સપાટીને કૂદાવી જતાં ૭ર,૩૦૦ રૃપિયાને સ્પર્શી ગયો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં પણ સોનાએ ર૩૦૦ ડોલરની સપાટી કૂદાવી હતી.
આ સાથે ચાંદીની પણ ચમક વધતા તેનો કિલોનો ભાવ ગઈકાલે ૭૮,પ૦૦ રૃપિયાની સપાટીને કૂદાવી ગયો હતો, જ્યારે આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત ૮૦,૭૦૦ રૃપિયા પ્રતિકિલોએ પહોંચી ગઈ છે. ઉલ્લેખનિય છે કે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણાં દિવસોથી જાણે બુલ રન ચાલી રહ્યો તેમ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ તો ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો છે.
સોના-ચાંદીના ભાવમાં તેજી પાછળનું કારણ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વને મનાય છે. યુએસ ફેડના ચેરમેન જેરેમ પોવેલે કહ્યું હતું કે, અમેરિકામાં હાલમાં મોંઘવારી હજુ પણ લક્ષ્ય કરતા વધુ હોવાથી વ્યાજદરોમાં ગમે ત્યારે ઘટાડો થઈ શકે છે. વ્યાજદરોમાં ઘટાડો જ સોના-ચાંદી માટે સારો મનાય છે. જેના લીધે આવી કડક તેજી દેખાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial