Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઊંડ-૧ ડેમમાંથી કુલ ૭૦ એમસી એફટી પાણી છોડાતાં કુલ ૧૨ ચેકડેમો છલકાયા

ચેકડેમ ભરવાના કારણે ખેડૂતો ખુશખુશાલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર તાલુકાના નંદપુર ગામ પાસેના ઉંડ-૧ ડેમમાંથી ભરઉનાળે સિંચાઈ માટે પાણી છોડાતાં ડેમની હેઠવાસના ૧૨ ચેકડેમો છલોછલ ભરાયા છે. બે દિવસ દરમ્યાન  કુલ ૭૦ એમસીએફટી પાણી છોડાયું હતું. અને વિરોધની દહેશત વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પાણી છોડાયું હતું.

જામનગર સિંચાઈ વિભાગ દ્વારા ઊંડ-૧ ડેમમાંથી  બે દિવસના સમયગાળા દરમિયાન ૭૦ એમસીએફટી પાણી છોડાયું છે. અગાઉ પાણી છોડતી વખતે અસરગ્રસ્ત ગામોના ખાતેદારો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. આથી આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડાતાં આસપાસના આઠ  ગામના ૧૨ ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઊંડ -૧ ડેમમાંથી પાણી છોડતાં હેઠવાસના ગામોને સર્તક કરવામાં આવ્યા હતા. જોકે કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલો મળ્યા નથી. અને ઉપરોક્ત ચેકડેમ ભરાવાના કારણે આસપાસના વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ દેખાયા હતાં.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh