Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના સિદ્ધનાથ મહાદેવ પરિસરમાં
દ્વારકા તા. ૧૫: દ્વારકામાં સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મંદિર પરિસરમાં આવેલ મારૂતિ નંદન હનુમાનજી મંદિરે હનુમાનજીના પ્રાગટ્યોત્સવ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
હનુમાનજીના વિશેષ શ્રૃંગાર સાથેના દર્શન-મનોરથનો લાભ બહોળી સંખ્યામાં સ્થાનિકો તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લીધો હતો. હનુમાન જયંતીના દિવસે સવારે પ-૩૦ થી ૬ કલાક સુધી જન્મોત્સવની અભિષેક પૂજા અને આરતી યોજાઈ હતી. સવારે ૧૦ થી ૧ર સુધી સત્યનારાયણ ભગવાનની કથા તેમજ બપોરે ૧ર કલાકથી બટુક ભોજનનું આયોજન કરાયું હતું. સાંજે પ વાગ્યાથી સુંદરકાંડ તથા હનુમાન ચાલીસીના પાઠ યોજવામાં આવ્યા હતાં. રાત્રે ૮-૩૦ વાગ્યે ઉત્સવ મહાઆરતી તેમજ રાત્રે ૧૦-૩૦ વાગ્યા સુધી ધૂન તથા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં મંદિરના પૂજારી ભદ્રેશભાઈ દવે તેમજ મારૂતિ નંદન ગ્રુપના પરેશભાઈ, મહેન્દ્રભાઈ તેમજ અન્ય સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial