Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા જેલમાં રહેલા ગાંજાના વ્યસની વૃદ્ધનું બેભાન બની ગયા પછી મૃત્યુ

બેભાન બની પડી ગયેલા યુવાનને હેમરેજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૫ : જામનગર-ખંભાળિયા રોડ પર પડાણા ગામમાં એક પરપ્રાંતીય યુવાન ગઈકાલે બેશુદ્ધ બનીને પડી ગયા પછી હેમરેજ થઈ જતાં મોતને શરણ થયા છે. જ્યારે જિલ્લા જેલમાં રહેલા અને ગાંજાનું વ્યસન ધરાવતા સઈ દેવરીયા ગામના વૃદ્ધનું બેભાન થયા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના પડાણા ગામમાં વસવાટ કરતા મૂળ પંજાબ રાજ્યના તરણતારંગ જિલ્લાના વતની વિશ્વદીપ સિંઘ પ્રતાપસિંઘ શીખ (ઉ.વ.ર૬) નામના યુવાન ગઈકાલે બપોરે પોતાના રહેણાંક પરથી નીકળ્યા પછી પડાણા ગામમાં આવેલી ઓરડીઓ પાછળથી ચાલીને જતા હતા.

આ વેળાએ કોઈ રીતે તે યુવાન જમીન પર ફસડાઈ પડતા તેઓને હેમરેજ થઈ ગયું હતું. સારવારમાં લઈ જવાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જતીન્દરસિંઘ દિલબાગસિંઘ શીખે મેઘપર પોલીસને તેની જાણ કરી છે.

જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સઈ દેવરીયા ગામના ધનજીભાઈ લક્ષ્મણભાઈ ગાજરોતર (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગઈ તા.૮ની સવારે બેશુદ્ધ બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે.

આ વૃદ્ધ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તેઓને છેલ્લા ચાલીસેક વર્ષથી નિયમિત રીતે ગાંજાનું સેવન કરવાની લત વળગી હતી પરંતુ જેલમાં રહેલા આ વૃદ્ધ વ્યસનના કારણે નબળાઈ અનુભવતા હતા અને ગયા મંગળવારે બેશુદ્ધ બની ગયા પછી મૃત્યુ પામ્યા છે. તેમના પુત્ર કૌશિક ધનજીભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh