Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક કમભાગી વૃદ્ધનું મૃત્યુ થયું:
લખનૌ તા. ૧પઃ લખનૌની હોસ્પિટલમાં આગ લાગતા ર૦૦ દર્દીઓનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે ૧ નું મોત થયું હતું. રાત્રે હોસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે અરાજક્તા ફેલાઈ ગઈ હતી.
ગતરાત્રે લખનૌની લોકબંધુ હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ પછી ર૦૦ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતાં અને આ દરમિયાન ઓક્સિજન સપ્લાય બંધ થવાને કારણે એક વૃદ્ધ દર્દીનું મૃત્યુ થયું હતું.
ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે અરાજક્તા ફેલાઈ ગઈ હતી. આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને દર્દીઓને વોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા. આગને કારણે હોસ્પિટલની આખી ગેલેરી ધૂમાડાથી ભરાઈ ગઈ હતી.
લોકબંધુ હોસ્પિટલના મેડિપ્રિન્ટેન્ડેન્ટ ડો. અજય શંકર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. અત્યાર સુધીની તપાસમાં આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
આગની માહિતી મળતા જ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ઘટના સ્થળે પહોંચ્યા હતાં, જ્યારે મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓ પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. બ્રજેશ પાઠકે જણાવ્યું હતું કે, દર્દીઓને કેજીએમયુ, બલરામપુર અને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર દર્દીઓને કેજીએમયુના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીના લોકોને સિવિલ અને બલરામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. આગને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. જનરેટરનો ઉપયોગ કરીને અગ્નિશામક અને લઈટીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ડીસીપી સાઉથ નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, કાનગર પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે લોકબંધુ હોસ્પિટલમાં આગ લાગી છે. માહિતી મળતા જ ફાયરબ્રિગેડ અને સિવિલ પોલીસ પૂરતી સંખ્યામાં પહોંચી ગયા. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના સ્ટાફે સીએમએસ અને અન્ય અધિકારીઓને આગ વિશે જાણ કરી. આ પછી ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી. બધે ચીસો અને બૂમો પડી રહી હતી. ડોક્ટરો, નર્સો, હોસ્પિટલના સ્ટાફ અને એટેન્ડન્ટ્સ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા.
માહિતી નિયામક શિશિર સિંહે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગીએ લોકબંધુ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની નોંધ લીધી હતી અને અધિકારીઓ પાસેથી ફોન પર પર ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial