Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ ટેરિફથી દુનિયા હચમચી રહી છે ત્યારે
વોશિંગ્ટન તા. ૧પઃ દક્ષિણ કેલિફોર્નિયામાં પ.ર ની તીવ્રતાનો ભૂંકપ થતા પર્વત પરથી પથ્થરોનો વરસાદ વરસ્યો હતો. એક તરફ ટ્રમ્પ ટેરિફથી દુનિયા હચમચી રહી છે, ત્યારે અમેરિકામાં ધરતી ધ્રુજી છે. લોકો ભાગવા લાગ્યા, રસ્તાઓ પર પથ્થરો પડ્યા અને છાજલીઓમાંથી સામાન પડ્યો. એટલું જ નહીં, સંગ્રહાલયના હાથીઓ ડરથી ભાગવા લાગ્યા હતાં.
એક તરફ ટ્રમ્પ ટેરિફથી દુનિયા હચમચી રહી છે, ત્યારે અમેરિકામાં આવેલા શક્તિશાળી ભૂકંપે બધાને હચમચાવી નાખ્યા છે. અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયા રાજ્યમાં પ.ર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા હતાં. ભૂકંપને કારણે સાન ડિએગોની બહાર ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ પર પથ્થરો પડી ગયા હતાં. પ્રાણી સંગ્રહાલયના હાથીઓ ડરથી ભાગવા લાગ્યા. છાજલીઓ અને દીવાલો પરથી વસ્તુઓ નીચે પડવા લાગી હતી. આ ભયાનક ભૂંકપથી કોઈ નુક્સાનના સમાચાર નથી, જો કે અધિકારીઓ નુક્સાનનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત છે.
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦-૦૮ વાગ્યે ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર સાન ડિએગો કાઉન્ટીમાં જુલિયનથી માત્ર ૪ કિલોમીટર દૂર હતું. જુલિયન લગભગ ૧,પ૦૦ લોકોનું પર્વતીય શહેર છે, જે તેની સફરજન પાઈની દુકાનો માટે જાણીતું છે. તે ૧૯૩ માઈલ દૂર લોસ એન્જલસ કાઉન્ટી સુધી અનુભવાયું હતું. ભૂકંપ પછી અનેક આંચકા અનુભવાયા હતાં.
પરિવહન અધિકારીઓએ વાહનચાલકોને ટેકરીઓ પરથી ખડકો ગબડીને રસ્તાઓ અને હાઈ-વે પર પડતા સાવધ રહેવા ચેતવણી આપી હતી. આમાં જુલિયનના ઉત્તર-પશ્ચિમમાં સ્ટેટ રૂટ ૭૬ નો સમાવેશ થાય છે. સાન ડિએગો કાઉન્ટીમાં કેલિફોર્નિયાના પરિવહ વિભાગે જણાવ્યું હતું કે કામદારો સંભવિત નુક્સાન માટે રસ્તાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે. સાન ડિએગો કાઉન્ટી માટે કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી એન્ડ ફાયર પ્રોટેક્શનના કેપ્ટન થોમસ શૂટ્સે જણાવ્યું હતું કે જ્યારે જમીન ધ્રુજવા લાગી ત્યારે સાવચેતી તરીકે શાળાના બાળકોને ઈમારતોની બહાર ખસેડવામાં આવ્યા હતાં. તેને ધ્રુજારીનો સંકેત મળ્યો અને પછી તેને વસ્તુઓ ગબડતી અને અથડાતી અનુભવવા લાગી. તેણે કહ્યું કે ત્યાં ખૂબ જ કંપન અને ધબકારા હતાં, પણ સદ્નસીબે હવે બધું સામાન્ય થઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial