Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ મુંબઈના શખ્સે રકમ કાઢી આપીઃ
જામનગર તા.૧૫ : જામનગરના એક એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ બદલાવી બેડના આસામીના ખાતામાંથી રૂ.૪૦ હજાર ઉપાડી લેવાયા હતા. તેની તપાસમાં પોલીસે મંુબઈના શખ્સને દબોચી લીધો છે.
જામનગર તાલુકાના બેડ ગામના દીપકભાઈ સોનગરા નામના આસામી પોતાની માતાની સારવાર માટે ગઈ તા.૨૦ના દિને જામનગર આવ્યા હતા. જ્યાં તેઓએ ઓશવાળ હોસ્પિટલ પાસે એસબીઆઈના એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડી આપવા એક અજાણ્યા શખ્સને કહ્યા પછી તેમનું એટીએમ કાર્ડ બદલાવી નાખી ખાતામાંથી રૂ.૪૦ હજાર ઉપડી ગયા હતા. તેવી ફરિયાદ પોલીસમાં કરાઈ હતી.
આ ગુન્હાની તપાસમાં પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી નવા એસટી ડેપોમાંથી મુંબઈના મીરા રોડ પર રહેતા મૂળ બોરીવલીના રાજવીર હસમુખ ભટ્ટ નામના શખ્સને દબોચી લીધો છે. આ શખ્સે એટીએમ કાર્ડ બદલાવી મેળવી લીધેલા રૂ.૪૦ હજાર કાઢી આપ્યા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial