Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકડેમ ભરવાના કારણે ખેડૂતો ખુશખુશાલઃ
જામનગર તા. ૧૫: જામનગર તાલુકાના નંદપુર ગામ પાસેના ઉંડ-૧ ડેમમાંથી ભરઉનાળે સિંચાઈ માટે પાણી છોડાતાં ડેમની હેઠવાસના ૧૨ ચેકડેમો છલોછલ ભરાયા છે. બે દિવસ દરમ્યાન કુલ ૭૦ એમસીએફટી પાણી છોડાયું હતું. અને વિરોધની દહેશત વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પાણી છોડાયું હતું.
જામનગર સિંચાઈ વિભાગ દ્વારા ઊંડ-૧ ડેમમાંથી બે દિવસના સમયગાળા દરમિયાન ૭૦ એમસીએફટી પાણી છોડાયું છે. અગાઉ પાણી છોડતી વખતે અસરગ્રસ્ત ગામોના ખાતેદારો દ્વારા ઉગ્ર વિરોધ થયો હતો. આથી આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડાતાં આસપાસના આઠ ગામના ૧૨ ચેકડેમ છલોછલ ભરાઈ ગયા છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઊંડ -૧ ડેમમાંથી પાણી છોડતાં હેઠવાસના ગામોને સર્તક કરવામાં આવ્યા હતા. જોકે કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાનીના અહેવાલો મળ્યા નથી. અને ઉપરોક્ત ચેકડેમ ભરાવાના કારણે આસપાસના વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ દેખાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial