Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં મંગલ પ્રભાત... સેન્સેકસમાં ૧૭૫૦ પોઈન્ટનો ઉછાળોઃ રોકાણકારોને નવ લાખ કરોડની કમાણી

ટ્રમ્પ ટેરિફમાં રાહત, દ્વિપક્ષી વાટાઘાટોનો આશાવાદ, ડોલર ઈન્ડેકસની પીછેહઠ, હકારાત્મક અર્થતંત્રની અપેક્ષા કારણભૂત

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૫: આજે મંગળવારની સવારે શેરબજારમાં મંગલપ્રભાત ઉગ્યુ હોય તેમ સવારથી જ શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, અને રોકાણકારોને મબલખ કમાણી થઈ રહી છે.

શેરબજારમાં આજે પણ ટેરિફ વોરમાં  ૯૦ દિવસની રાહતની સકારાત્મક અસર જોવા મળી હતી. સેન્સેક્સ ૧૬૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં ૧૭૫૦.૩૭ પોઈન્ટ ઉછળી ૭૬૯૦૭.૬૩ના લેવલે પહોંચ્યો હતો. સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે ૯ લાખ કરોડ રૂપિયા વધી હતી. તે પછી બપોર સુધી શેરબજારમાં એકંદરે તેજીનો માહોલ જળવાયો હોત. બીજી તરફ નિફ્ટી ૫૦ એ આજે ૨ ટકાથી વધુ ઉછાળો નોંધાવી ૨૩૦૦૦નું અત્યંત મહત્ત્વની ટેકાની સપાટી ક્રોસ કરી રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ દિપાવ્યું છે. ૧૦.૩૦ વાગ્યે નિફ્ટી ૪૮૩.૦૫ પોઈન્ટ ઉછળી ૨૩૩૧૧.૬૦ પર ટ્રેડ થઈ રહૃાો હતો. જ્યારે સેન્સેક્સ ૧૫૯૦.૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૪૭.૫૦ પર ટ્રેડ થઈ રહૃાો હતો.

બીએસઈમાં કુલ ટ્રેડેડ ૩૮૬૫ સ્ક્રિપ્સ પૈકી ૩૦૭૩ સુધારા તરફી અને ૫૬૭ સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. ૨૭૮ શેરમાં અપર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ ૩૦ સ્ક્રિપ્સ પૈકી ૨૮માં ૬ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે માત્ર નેસ્લે ૦.૦૪ ટકા અને હિન્દુસ્તાન યુનિલીવરનો શેર ૦.૬૭ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહૃાો હતો. ઈન્સડઈન્ડ બેન્કનો શેર ૬.૨૮ ટકા, ટાટા મોટર્સ ૪.૭૦ ટકા, એલએન્ડટી ૪.૫૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૦૭ ટકા, અદાણી પોર્ટ્સ ૩.૯૬ ટકા ઉછાળા સાથે ટોપ ૫ ગેનર રહૃાા છે.

સ્મોલકેપ અને મીડકેપમાં પણ ઘણા સમય બાદ રોકાણકારોને કમાણી થતી જોવા મળી છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૦૫ પોઈન્ટ અને મીડકેપ ૭૭૯.૬૮ પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહૃાો હતો. સેમીકંડક્ટર ચીપ્સ પર ટેરિફ મુદ્દે આ સપ્તાહે ટ્રમ્પ નિર્ણય લેવાના છે, જેને ધ્યાનમાં રાખતાં ઓટો શેર્સમાં પણ તેજી જોવા મળી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો ૩.૩૬ ટકા, રિયાલ્ટી ૪.૮૨ ટકા, કેપિટલ ગુડ્સ ૩.૨૩ ટકા, બેન્કિંગ ૨.૨૮ ટકા, ફાઈનાન્સિયલ ૨.૪૮ ટકા, ટેલિકોમ ૨.૧૨ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહૃાા છે.

શેરબજારમાં ઉછાળાના કારણો જોઈએ તો ટેરિફમાં ૯૦ દિવસની રાહતથી અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઉકેલોની સંભાવના વધી. ટેરિફવોરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાની વકી સાથે ફેડ રિઝર્વનું હોકિશ વલણ. ડોલર ઈન્ડેક્સ બે વર્ષના તળિયે, યુએસ બોન્ડ માર્કેટ પણ કડડભૂસ થતાં વિદેશી રોકાણ વધવાની વકી. સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા ફુગાવો કાબૂમાં રહેવાની સાથે પોઝિટિવ અર્થતંત્રનો આશાવાદ પણ કારણભૂત છે.

ભારતીય રોકાણકારોનો બજારમાં વિશ્વાસ હજુ પણ જળવાઈ રહૃાો છે. માર્ચમાં તરલતાની તંગી હોવા છતાં, ભારતીય એસઆઈપી રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આનાથી બજારને ઘણો ટેકો મળ્યો છે.

વિશ્વભરના બજારોમાં તેજી અને વેપાર તણાવ ઓછો થવાની આશાને કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. યુએસ સરકારે કેટલાક સંકેતો આપ્યા છે જે દર્શાવે છે કે તે ટેરિફમાં થોડી રાહત આપી શકે છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં. તે જ સમયે, રોકાણકારોને લાગે છે કે આ ચીન સાથેના મોટા વેપાર કરાર તરફ એક પગલું હોઈ શકે છે.

ટ્રમ્પના આ નિર્ણયોની અસર વિશ્વભરના શેરબજારો પર જોવા મળી. સોમવારે એશિયા, યુરોપ અને અમેરિકાના બજારો વધારા સાથે બંધ થયા. મોટી યુએસ ટેક કંપનીઓના શેરમાં પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં ૬ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો.

એશિયન બજારોની વાત કરીએ તો, મોટાભાગના બજારો તેજીવાળા હતા. તાઇવાનનો ભારિત સૂચકાંક ૧.૬ ટકાથી વધુ વધ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પી ૦.૭૯ ટકા, જાપાનના નિકકી ૨૨૫ ૦.૮૮ ટકા અને હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સમાં ૦.૦૭ ટકાનો વધારો થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh