Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાડા ત્રણ લાખનો મુદ્દામાલઃ ચારના નામ ખૂલ્યાઃ
જામનગર તા.૧૫ : જામનગરના મહાદેવનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી એલસીબીએ દરોડો પાડતા ૪૯૨ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાઈ ગયો છે. તેણે પોતાના ચાર સાગરિતના નામ આપ્યા છે. રૂપિયા સાડા ત્રણેક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના મહાદેવનગર વિસ્તારમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, મયુદ્દીન, ધર્મેન્દ્રસિંહ, સુમીત શિયારને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ એલસીબી ટીમે સાતનાલા નજીક યાદવનગર-ભક્તિ નગરમાં પિયુષ ગોવિંદભાઈ ડેર નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
તે મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૯૨ બોટલ ભરેલી ૪૧ પેટી મળી આવી હતી.
અંદાજે રૂ.૩,૪૧,૦૬૪ ની કિંમતના દારૂના જથ્થા તથા એક મોબાઈલ સાથે પિયુષ ગોવિંદભાઈ ડેરની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે દારૂનો ઉપરોક્ત જથ્થો વેચાણ માટે દિલ્હીથી લાવ્યો હોવાની કબૂલાત કરી પોતાના સાગરિત મયુર કરશનભાઈ ભાટીયા તેમજ દારૂનો જથ્થો રાખવા માટે મકાન ભાડે આપનાર જીવા ગઢવી, રણજીતસિાહ પ્રભાતસિંહ સોઢા તથા લાખા દલુ ગઢવીના નામ પણ એલસીબી સમક્ષ આપ્યા છે. પાંચેય સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial