Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઐતિહાસિક ભુચર મોરીમાં રામા મંડપ અને ત્રણ દિ' મહાપ્રસાદ
ધ્રોલ તા. ૧૫: ધ્રોલમાં આવતીકાલથી ભવ્ય શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ યોજાશે. જે અંતર્ગત ઐતિહાસિક સ્થળ ભુચર મોરીમાં રામા મંડપ તેમજ ત્રણ દિવસ સુધી બપોર અને સાંજે મહાપ્રસાદનું આયોજન છે.
ધ્રોલના સુધા ફૈબા આશ્રમના સરોજ ફૈબા તથા કાજલ ફૈબા સમસ્ત દ્વારા શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવનું તા. ૧૫થી તા. ૧૭ દરમ્યાન ઐતિહાસીક સ્થળ ભુચર મોરીમાં હોય, મંડપ દરમ્યાન ત્રણ દિવસ સુધી મહાપ્રસાદ, રામા મંડળ સહિતના ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન છે.
ધ્રોલમાં જોડીયા રોડ પર આવેલ સુધા ફૈબાના આશ્રમ શ્રી રામસેવા ગૌ સેવા ટસ્ટ દ્વારા તેમજ ધ્રોલ સરોજ ફૈબા તથા કાજલ ફૈબા સમસ્ત દ્વારા આગામી તા. ૧૫, તા.૧૬ અને તા.૧૭ના શ્રી રામદેવજી રામહાજ સવરા મંડપના આયોજન દરમ્યાન તા. ૮/૪/૨૫ના કુંભ સ્થાપન પછી તા.૧૫ના ભૂમિ પૂજન તેમજ બારપોર જયોત પ્રાગટય, તા. ૧૬ના મંડપ ખડા થવાનું મુહૂર્ત સવારે ૭.૨૫ સવારે, સવારે ૯.૩૦ના માવાપર ગામે નેજાના સામૈયા કરવામાં આવશે અને તા. ૧૭ ના વહેલી સવારે જયોત વિસર્જન તેમજ સવારે ૭.૩૦ કલાકે થંભ પૂર્ણાહુતિ કરવામાં આવશે, આ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન તા. ૧૫, ૧૬, ૧૭ના બપોરે ૧૨ કલાકે અને સાંજે ૭.૩૦ કલાકે એમ બે ટાઈમ મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ છે. અને તા.૧૬ના જસદણના પ્રખ્યાત શ્રી મહાકાળી રામા મંડળનો રાત્રે ૯ કલાકે ભુચરમોરી મેદાનમાં રાખવામાં આવેલ છે. આ ધાર્મિક કાર્યક્રમ ઉપસ્થિત રહેવા માટે સૈા ધર્મ પ્રેમી જનતાને પધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગોકળભાઇ વરુ, વિનુભાઈ અઘેરા, અરવિંદભાઈ પરમાર, વિજયભાઈ પરમાર, બાલા મિત્ર મંડળ, માધાપર મિત્ર મંડળ, મોરાર સાહેબ ખંભાળીયા મિત્ર મંડળ, નાના ગેરડીયા મિત્ર મંડળ, સહિતની સંસ્થાઓ તથા લોકોનો સહયોગ મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial