Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુવેરદાળમાં જગવિખ્યાત બ્રાન્ડ
જામનગર તા. ૧પઃ તુવેરદાળનું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ. રેંટિયો તુવેરદાળ બ્રાન્ડની સફરના ૯૦ વર્ષ પૂરા કર્યા છે અને આ માઈલ સ્ટોનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અનેરા પ્રસંગે અમદાવાદની હોટલ હયાત વસ્ત્રાપુરમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
આ અંગે રેંટિયો તુવેરદાળના સીઈઓ શ્રીમતી શીતલ વાણી ચોખાવાળાએ જણાવ્યું હતું કે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડની શરસઆત આઝાદી પહેલા અને ગુજરાત મહારાષ્ટ્રના ભાગલા પહેલા ૧૯૩પ માં ઉત્તર મહારાષ્ટ્રનો ભાગ કહેવાતા નવાપુરમાં થઈ હતી. દેશી તુવેરદાળ માટેની વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે રેંટિયો તુવેરદાળ લોકોમાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓથી લોકો રેંટિયો તુવેરદાળનો આસ્વાદ માણી રહ્યા છે જે આ બ્રાન્ડની સફળતા દર્શાવે છે. આ વર્ષે રેંટિયો તુવેરદાળ બ્રાન્ડ ૯૦ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે કંપની દ્વારા આ માઈલ સ્ટોનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હોટલ હયાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેંટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રિબ્યુટર્સ, વ્યાપારી અને કેટલાક ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં રેંટિયો તુવેરદાળની ૯૦ વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી.
રેંટિયો તુવેર દાળની ફેક્ટરીની સ્થાપના મહારાષ્ટ્રના નવાપુરમાં ૧૯૩પ માં કરવામાં આવી હતી. હાલ કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧પ૦ થી ર૦૦ કરોડનું છે. યુકે, યુએસએ, કેનેડા, સીંગાપોર તથા દુબઈમાં એક્સપોર્ટ થાય છે. બ્રાન્ડ તરીકે ભારત તેમજ યુકે અને યુએસએમાં રજિસ્ટર્ડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial