Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગેશ્વર-બેટ દ્વારકા-જૈનતીર્થ-ગોપી તળાવ-બીચ અને રૂક્ષમણી મંદિરની મધ્યે ડેસ્ટિનેશન
દ્વારકા તા. ૧૫: દ્વારકા નજીક વસઈમાં એર૫ોર્ટ બનશે, તેવા અહેવાલો વહેતા થતા સ્થાનિકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, અને એ પથંકની જમીનના ભાવો પણ ઉંચકાયા છે, વસઈથી બેટદ્વારકા, ગોપીતળાવ, દ્વારકા, રૂક્ષમણિ મંદિર, બીચ વિગેરે નજીક થતાં હોવાથી આ પ્રવાસન સરકીટના વિકાસના દ્વાર ખૂલશે, વસઈમાં પણ જૈનતિર્થનું પુરાતત્ત્વ આરક્ષિત સ્થળ આવેલું છે.
દેશના પ્રમુખ યાત્રાધામ અને વિશ્વ લાખો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક દ્વારકા નગરી સહિતના ક્ષેત્રના વિકાસની વણથભી વણઝાર રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે દ્વારકાથી માત્ર ૧૫ કિ.મી.એ આવેલ વસઈ ગામના સીમાડાની જમીન ઉપર અતિ આધુનિક સુવિધાસભર હવાઈ પટ્ટી બનાવવાની જાહેરાતથી સ્થાનીકોમાં વિકાસલક્ષી ઉત્સાહ જોવા મળ્યો છે.
વસઈ ગામે એરપોર્ટ બનવાના સમાચારથી નાગેશ્વર જયોતિર્લીંગ તથા આસપાસના વિસ્તારોની ખેતીની જમીનોના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. અને એ પણ નોંધનીય છે કે, સૂચિત વસઈ એરપોર્ટથી નાગેશ્વર જયોતિર્લીંગ તથા ભગવાન શ્રીકૃષ્ણનું ઐતિહાસીક ગોપી તીર્થ ક્ષેત્ર બન્ને ૫ થી ૬ કિ.મી.ના અંતરે આવેલા છે ઉપરાંત વસઈ ગામ પણ પ્રાચીન વિરાસતનો અદુભુત ઉદાહરણ છે વસઈ ગામે જૈન સમાજના ભગવાનશ્રી નેમિનાથજીનું શિલ્પ કલાના અદ્ભુત નમૂના સ્વરૂપનું જૈન મંદિર પણ આવેલ છે અને આ મંદિર ભારતીય ઓર્કોલોજીકલના રક્ષિત સ્મારક તરીકે વિભાગના તાબામાં રહેલું છે. જેની જાળવણી અને વિકાસ ભારતીય પુરાતત્ત્વ વિભાગ કરી રહ્યું છે. આમ વસઈ એરપોર્ટ જો બનશે તો દ્વારકા, બેટ- દ્વારકા, નાગેશ્વર જયોતિર્લીંગ, ગોપીતીર્થ ક્ષેત્રની સાથે વસઈના જૈન તીર્થ ક્ષેત્રનો પણ વિકાસ થશે અને જૈન સમાજ આ પ્રાચીન તીર્થક્ષેત્રના દર્શન માટે ઉભરાઈ આવશે. સાથે જ દ્વારકા-નાગેશ્વર જયોતિર્લીંગના હાઈવે માર્ગોને પણ સીકસ લેન્ડ માર્ગ બનાવવાના ટેન્ડરો પણ બહાર પડી ચૂકયા હોવાનું વર્તુળોએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial