Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીને આચાર્યએ બે ફડાકા ઝીંક્યાનું પ્રકરણઃ
જામનગર તા. ૨: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી જામ્યુકો સંચાલિત પ્રાથમિક શાળા નં.૧૯માં સોમવારે એક વિદ્યાર્થીને આચાર્યએ બે ફડાકા ઝીંક્યા પછી તેની રાવ લઈને ગયેલા પિતાને ધક્કો મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી જામ્યુકોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૧૯માં ધો.૬માં અભ્યાસ કરતા ધ્રુવ પ્રવીણભાઈ પાડાવદરા નામના વિદ્યાર્થીએ ગયા સોમવારે બપોરે પોતાના વર્ગમાં હાજર આ શાળાના આચાર્ય રામભાઈ સોલંકીને લઘુશંકા કરવા જવાની રજા આપવા માટે કહ્યું હતું.
આ બાળકે ત્રણેક વખત પૂછવા છતાં મોબાઈલમાં મશગુલ રામભાઈ સોલંકીએ જવાબ નહી આપતા આ વિદ્યાર્થીેએ આચાર્યને ગોઠણમાં હાથ પડકારતા ગુસ્સે થયેલા આચાર્યએ આ બાળકને બે ફડાકા ઝીંકી દીધા હતા. તે પછી આ બાળકને કાનમાંથી લોહી નીકળ્યાની વાત વહેતી થઈ હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. તે પછી ગઈકાલે આ બાળકના પિતા પ્રવીણભાઈ અરજણભાઈ પાડાવદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમનો પુત્ર સોમવારે બપોરે દોઢેક વાગ્યે તેના વર્ગખંડમાં હાજર પ્રિન્સીપાલ રામભાઈને વોશરૂમમાં જવાનું પૂછવા ગયો ત્યારે ગુસ્સે થયેલા રામભાઈએ આ બાળકને ડાબા કાન પર બે ઝાપટ ઝીંકી દીધી હતી જેની પિતાને આ વિદ્યાર્થીએ જાણ કરતા શાળાએ ગયેલા પિતાને ગાળો ભાંડી રામભાઈએ ધક્કો મારવા ઉપરાંત જાતિ વિશે અપમાનિત કરી તારે જેમ કરવંુ હોય તેમ કર, અહીંથી નીકળી જા, કોઈથી બીતો નથી તેમ ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી તેમજ બીએનએસની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial