Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિ. પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની અધ્યક્ષતામાં
ખંભાળિયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડિયા જિલ્લા પંચાયત બેઠક હેઠળ બરડિયામાં ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના ભાગરૂપે જન કલ્યાણ શિબિર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો, પ્રમાણપત્રો તથા સહાયના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો.
આ શિબિરમાં લાભાર્થીઓને પીએમ સૂર્ય ઘર યોજના, વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, પીએમ કિસાન યોજના, ફાર્મર રજિસ્ટ્રેશન, પીએમજેએવાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓના લાભો તથા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે મામલતદાર અનિલ ભેડા, તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા, અગ્રણી જેઠાભાઇ હાથિયા સહિત તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial