Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના રોજીયામાં 'એક પેડ માઁ કે નામ' વૃક્ષારોપણ

વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

ધ્રોલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર ધ્રોલ તાલુકાના રોજીયા ગામે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા વિકાસ અધિકારી સાગરભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા અને સરપંચ ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામના જાહેર સ્થળો પર વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. તાલુકા વિકાસ અધિકારી સાગરભાઈએ ગ્રામજનોની આ કામગીરી બિરદાવી હતી. જ્યારે સરપંચ ભગીરથસિંહે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh