Advertisement
Author: નોબત સમાચાર

કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા દત્તક લેવાયેલા બાળકોને દર મહિને આહાર કીટ વિતરણ

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા કુપોષણ મુક્ત સમાજના સંકલ્પને સાકાર કરવા માટે હાથ ધરાયેલા અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. જાન્યુઆરી ૨૦૨૩ થી જૂન ૨૦૨૬ સુધીના સમય ગાળામાં કુલ ૬૫૬ અતિ કુપોષિત બાળકોને દત્તક લઈ તેમની વિશેષ સારસંભાળ રાખવામાં આવી હતી. જેમાંથી ૫૯૮ બાળકોને સુપોષિત બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સુશાનકાળ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના કુપોષણ મુક્ત અભિયાનથી પ્રેરાઈ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોતાના જન્મદિન નિમિત્તે પોતાની વિધાનસભા વિસ્તારના અતિ કુપોષિત બાળકોને દત્તક લેવાની અનોખી પહેલ શરૂ કરી હતી. આ અભિયાન અંતર્ગત હાલમાં ૧૫૫ બાળકોની વ્યક્તિગત દેખરેખ કરવામાં આવી રહી છે.

છેલ્લા ત્રણ વર્ષથી દર મહિને બાળકોને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઋતુમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખી તબીબોની સલાહ મુજબ કીટમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા, અને બાળકોના આરોગ્યને અનુકૂળ પોષણ યુક્ત ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh