Advertisement
Author: નોબત સમાચાર

મ્યુનિ. કમિશ્નરે 'વન ડે-વન વોર્ડ'ની શ્રેણીમાં વોર્ડ નં. ૧૦ ની લીધી મુલાકાત

જામનગરમાં નિમણૂંક પછી

                                                                                                                                                                                                      

જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કોડિયાએ વોર્ડ મુલાકાતનો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે આજે વોર્ડ નં. ૧૦ ની મુલાકાતે પહોંચ્યા હતાં અને સ્થાનિક કોર્પોરેટરોને સાથે રાખીને વોર્ડના જુદા-જુદા વિસ્તારની મુલાકાત કરી હતી અને ત્યાંના પ્રશ્નોની જાણકારી મેળવી હતી. મહાનગરપાલિકાની ટીમમાં કમિશનર સાથે ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર સંજય દાઉદિયા, નિલેષ હાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને કમિશનરના આગમનને અનુલક્ષીને શાક માર્કેટ વિસ્તારમાં ફૂટપાથ ઉપરના અને રેંકડીના કેટલાક દબાણો દૂર કરાયા હતાં, તો સ્થાનિકોએ છલકાતી ભૂગર્ભ ગટર, ભૂગર્ભ ગટરના તૂટી ગયેલ ઢાંકણા વિગેરેની મળેલી ફરિયાદોનો ઉકેલ લાવવા માંગણી અન્વયે કમિશનરે સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપી હતી. જેનો મતલબ એવો થયો કે અહિં ભૂગર્ભ ગટરનું નિયમિત કામ થતું નથી. આ ઉપરાંત વોર્ડના લોકોની સમસ્યા જાણી હતી અને સ્થાનિકોને રૂબરૂ મળી જરૂરી કામગીરીની કમિશનરે ખાતરી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh