Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોઃ
ખંભાળિયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની હાપીવાડી પ્રાથમિક શાળામાં ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના અને વિકસિત ભારત સંકલ્પ એટ ૨૦૨૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ શિબિરમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના, લખપતિ દીદી યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો તથા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, મામલતદાર વાય.પી.ગઢવી, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial