Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશ
જામનગર તા. રઃ જામનગરમાં બર્ધનચોકમાં સમયાંતરે પથારાવાળાને તંત્ર દ્વારા દૂર ખસેડવામાં આવતા હોય છે. આ સમયે અમુક રેંકડીધારકો શેરીઓમાં ઘૂસી જાય છે. આથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થાય છે. ગઈકાલે પણ આવી જ સમસ્યા થતા બબાલ થવા પામી હતી.
જામનગરના બર્ધનચોક, દરબારગઢ, માંડવી ટાવર વિગેરે વિસ્તારોમાં ક્યારે પોલીસ તો ક્યારેક મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દબાણ હટાવ ઝુંબેશ કરે છે. આ સમયે ખાસ કરીને રેંકડીધારકોમાં દોડધામ જોવા મળે છે.
ગઈકાલે પણ મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમે બર્ધનચોક વિસ્તારમાં દબાણ દૂર કરવાની તજવીજ કરતા કેટલાક રેંકડીધારકો મોટું ફળી વિસ્તારમાં ઘુસી ગયા હતાં. આથી તયાંના સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો, અને તેમણે હોબાળા મચાવતા આખરે પોલીસ આવી હતી અને વાતચીતથી મામલો થાળે પાડ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial