Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી તથા ઉચ્ચ પદાધિકારીઓને રજૂઆતઃ
જામનગર તા. ૨: જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની ઉંડ નદીના છેવાડાના ભાગમાંથી મોટાપાયે રેતીની ચોરી થતી હોવા અંગે ફરિયાદ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી, જામનગરની ખાણ ખનીજ કચેરી, રેન્જ આઈજી, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડાને સામાજિક કાર્યકર અનવર નુરામામદ સંઘારે લેખિત રજુઆતમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે ઉંડ નદીમાંથી બેફામ ચોરી થઈ રહી છે. આ ઓવરલોડ ડમ્પરો બાદનપર ગામમાંથી પસાર થાય છે. પરિણામે ગામના રસ્તા તૂટી ગયા છે. પોલીસ અને ખાણ ખનિજ વિભાગની લાપરવાહીના કારણે રેતી ચોરી બેરોકટોકપણે થઈ રહી છે. આથી સત્વરે રેતી ચોરી બંધ થાય તેવા પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial