Advertisement
Author: નોબત સમાચાર

સેતાલુસ નજીક રેલવેના હાઈટ લીમીટના થાંભલા સાથે ઈકો ટકરાઈઃ ચાલકનું મૃત્યુ

સોમવારે રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: લાલપુર તાલુકાના સેતાલુસ ગામની સીમમાં રેલવે ફાટક નજીક ખોડવામાં આવેલા હાઈટ લીમીટના થાંભલા સાથે સોમવારે રાત્રે એક ઈકો મોટર ટકરાઈ પડતા તેના ચાલક કાનાલુસ ગામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતા પાર્થ દેવાભાઈ ખીંટ નામના યુવાનના મોટાભાઈ હિતેશભાઈ ખીંટ સોમવારે રાત્રે સાડા દસેક વાગ્યે લાલપુર ગામના સેતાલુસની સીમમાં રેલવે ફાટક પાસેથી શ્રી ક્રિષ્ના એન્જિનિયરીંગ કંપનીની જીજે-૧૦-ડીએન ૮૯૯ નંબરની ઈકો મોટર લઈને જઈ રહ્યા હતા.

આ વેળાએ કોઈ રીતે હિતેશભાઈએ મોટર પરનો કાબૂ ગૂમાવતા ત્યાં આવેલા રેલવે ફાટક નજીકના હાઈટ લીમીટના લોખંડના થાંભલા સાથે તેઓની મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા હિતેશભાઈ દેવાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. પાર્થ દેવાભાઈએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh